SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ, લક્ષ્મીઓ અને શક્તિઓને પ્રાપ્ત કરશો". પૂ. ગુરુમહારાજ :- આરાધનાનું સાતત્ય એ જ સાધના માર્ગમાં સૌથી મહત્વનું છે. એક પણ દિવસ પડવો ન જોઈએ. જે ટાઈમે દરરોજ આરાધના થતી હોય તે જ ટાઈમ બને ત્યાં સુધી જાળવી રાખવો. કોઈપણ કળા કે વિદ્યામાં નિષ્ણાત બનવું હોય તો બાર વર્ષ સતત અભ્યાસ કરવો પડે છે. આધ્યાત્મિક કળામાં પણ આગળ વધવા માટે ઓછામાં ઓછું બાર વર્ષ સાતત્ય જાળવી રાખવું. નમસ્કાર મંત્ર, સિદ્ધચક્ર યંત્ર અને પૂજનવિધિ તે તંત્ર - આ ત્રણેનું અનુસંધાન રાખવું. મંત્રનો જપ, યંત્રનું ધ્યાન અને તંત્રથી નિદિધ્યાસન કરવું. તે માટે સિદ્ધચક્રનું પૂજન દરરોજના જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરવો અને સાધના એક પણ દિવસ પડે નહિ તે રીતે સતત ચાલુ રાખવી. યોગ અને અધ્યાત્મના ગ્રંથોનું અધ્યયન ચાલુ રાખવું. ઓછામાં ઓછું બિયાસણાનું પચ્ચખ્ખાણ કરવું. - સાધક :- આપનું પ્રત્યેક વચન રત્નચિંતામણિ સમાન છે. આત્માનો અનુભવ કરવા માટે આપ જે માર્ગ દર્શાવો છો તે માર્ગે ચાલવા માટે પૂર્ણ ઈચ્છા છે અને આપે મારા માટે જે ચિંતવ્યું હોય તેવું જ બનો તેવી ભાવના છે. પૂજ્ય ગુરુમહારાજ દીસે છે જાણે વાત્સલ્યરસનું વહેતું ઝરણું! મૈત્રીનો મહાસાગર! પરોપકારની પરબ' પ્રેમની જીવતી જાગતી પ્રતિમા! આવા સદ્ગુરુની અનુભવ ભાવગર્ભિત મધુર ગીરા સાધકના હૃદયને ભેદીને આરપાર ઉતરી જાય છે. નિર્મળતામાં ગંગાના નીર સમા, પુષ્યની જેમ પરિમલથી વાતાવરણને પરમાત્મમય બનાવનારા, પ્રભુની કરુણાથી પોતે પુષ્ટ બનીને, બીજાઓને પ્રભુની કરુણાનો આસ્વાદ કરાવનારા આવા સમર્થ મહાયોગીને પામીને સાધક ધન્ય ધન્ય બની ગયો! ખરેખર! વહાલની વેણુને વગાડનાર આવા સંતો, સરોવર, વૃક્ષ, વરસાદઆ ચારે પૃથ્વી ઉપર પરોપકાર માટે જ હોય છે! સરવર, તરવર, સંતજન ચોથા બરસે મેહ; પરમારથકે કારણે, ચાર ધરિયા દેહ. પૂજ્ય ગુરુમહારાજની પવિત્ર પ્રેરણા અને આશીર્વાદથી રોજની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy