________________
૨૩૯ (મિથ્યામોહ – અજ્ઞાન). તે સમયે આપણા અંદર રહેલ અનંત સુખ અને આનંદના નિધાનરૂપ આત્મ સ્વરૂપનું દર્શન થાય છે. ધીમે ધીમે આ અભ્યાસ જાળવી રાખવાથી આત્મ સાક્ષાત્કાર થાય છે.
આ દેહ આદિમાં હું પણાની બુદ્ધિ તેમ જ અન્ય પદાર્થોમાં મારાપણાની બુદ્ધિરૂપ અજ્ઞાન દશાનો નાશ પરમાત્માના અચિંત્ય પ્રભાવે થતાં સર્વ સુખની ખાણરૂપ આત્મજ્ઞાન અને આત્મભાન થાય છે.
શુદ્ધ આત્મ દ્રવ્યની ઓળખાણ, પીછાણ, દર્શન આ રીતે કર્યા પછી અને પરમાત્માના જેવી પૂર્ણતા તે જ આપણું સ્વરૂપ છે” તેવું જાણ્યા પછી વિકલ્પની જાળ તૂટવા માંડે છે. આત્માનો પ્રકાશ ખીલવા માંડે છે. આત્માની પૂર્ણતાની સભાનતા એ વિકલ્પની જાળને તોડવા માટેનો પરમ ઉપાય છે. દર્શન જ્ઞાનમય આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મારું નથી. આત્મા એ જ જ્ઞાન છે, આત્મા એ જ દર્શન છે, આત્મા એ જ ચારિત્ર છે. આત્મા એ જ સર્વસ્વ છે.
ઉપાધ્યાયજી મહારાજ પણ કહે છે :તારું ધ્યાન તે સમકિતરૂપ
તેહિજ જ્ઞાન અને તેહિ જ ચારિત્ર છે જી. તેહથી જાયે હો સઘળાં રે પાપ,
ધ્યાતા ધ્યેય સ્વરૂપ બને છે જી. પુણ્યશાળી વાચક મિત્રો !
સંતો પરમાત્મામાં રહે છે અને પરમાત્મા સંતોમાં વસે છે. આવા અનુભવજ્ઞાની મહાપુરૂષની વાણી “યસ્ય દૃષ્ટિ કૃપા વૃષ્ટિ ર્નિર સમ સુધા કિરઃ” આ શબ્દોનું જીવતું જાગતું સ્વરૂપ એટલે પૂજ્ય પંન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ.
ખરેખર ગુરૂ ભગવંતની આંખમાં પરમાત્માની ઝલક દેખાય છે. અરિહંતના એંધાણ વર્તાય છે, પ્રભુ પાસે પહોંચવાનું દ્વાર સદ્ગુરૂ છે. અને તે દ્વારથી પ્રવેશી શિષ્ય પ્રભુ દર્શન કરે છે અને આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચે છે. - યોગી પુરૂષો પરમાત્માને પોતાના હૃદયમાં નિહાળે છે. હૃદયમાં પરમાત્માની હાજરી એ કલ્પના નથી પણ વાસ્તવિક સત્ય છે. કારણ કે તે ચેતન્યનો જ આકાર છે.
સેંકડો ભક્તો અને દોડો રૂપીઆ કરતાં એક ભગવાન વધુ કિંમતિ છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org