________________
૧૫ર
........
આત્મધ્યાનમાં પ્રવેશે છું........
હું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું તે ભાવ મને મારામાં સ્થિર થવા માટેનું સામર્થ્ય પ્રગટાવે છે..
આત્મા પૂર્ણ આનંદ અને સુખનું ધામ છે. ......... આત્મભાવના અને આત્મધ્યાન (તસ્વભૂ ધારણા) હું આત્મા છું.” આનંદનો કંદ છું......... અનંત સુખનું ધામ છું............... હું મને જ જોઉં છું. હું મને જ જાણું છું... હું મને જ અનુભવું છું હું મારામાં જ રમું છું....... હું મારામાં જ તૃપ્ત છું.......................... હું મારામાં જ ઠરીને બેઠો છું.
.... . તેથી પરમ સુખી છું.. .............................(આવી ભાવના અને ધ્યાન કરવું.)
પરમ આનંદને ભોગવું છું. (આવો અનુભવ કરવો.)
આથી હું પરમ તૃપ્તિને અનુભવું છું......... (અનુભવવું.)...
(અહીં સ્થિરતાપૂર્વક ધ્યાન કરવું.)
આવી રીતે તૃપ્ત થયેલા મને મારા આત્મસ્વરૂપ સિવાય કોઈ ઇચ્છા નથી.............................હું મારામાં જ ઠરીને બેઠો છું ...
મારા જ્ઞાનમાં અનેક ક્ષેય પદાર્થો ઝળકે છે. હું તેનો જ્ઞાતા-દૃષ્ટા જ છું.... ...................
તે પર દ્રવ્યો, પર દ્રવ્યોના ભાવો મને મારી તૃપ્તિ કે સ્થિરતામાં ફેરફાર કરી શકતાં નથી. કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં વિચિત્ર નિમિત્તો વચ્ચે પણ હું માત્ર તેનો જ્ઞાતા-દષ્ટા છું. તે નિમિત્તો મને સુખ-દુઃખ કે રાગ-દ્વેષ ઉત્પન્ન નહીં કરી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org