SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ એક યોગી પુરુષ હિમાલયમાં સાધના કરતા હતા. એક માણસ તેમની પાસે આવ્યો. કહે છે - હું ઠંડીથી ખૂબ થીજી ગયો છું વધુ જીવી નહિ શકું. આપ મારામાં પ્રવેશેલી ઠંડી નાશ કરવા કાંઈક કરો. ત્યારે યોગી પુરુષે “” બીજનું ધ્યાન કર્યું “ૐ” અગ્નિબીજ છે. અને પોતાની જાતનું અગ્નિ સ્વરૂપે ધ્યાન કરી, પોતાનો હાથ લાંબો કરી, આવેલ માણસને તેના કિરણો આપ્યાં. તેની ઠંડી નાશ પામી. અહીં દીવાસળી ચાંપીને કશું સળગતું ન હતું, છતાં આવનાર માણસની ઠંડી નાશ પામી તે બતાવે છે કે અંદર કાંઈક પ્રક્રિયા થઈ છે. ઘણી વખત બીજાનું સુખ જોઈને કોઈ માણસ બળતો હોય છે. તે માણસનું ૬ મહિના પછી લોહી બળી ગયું હોય છે. બહારથી સળગતું કાંઈ દેખાતું નથી, છતાં અંદરથી બળતું હોય છે. આ રીતે પ્રભુની કરુણારૂપ અગ્નિ પાપોને બાળે છે તેવો સંકલ્પ કરવાથી પાપવૃત્તિ, મલીન વાસના અને દુષ્ટ ભાવ નાશ થતો અનુભવાય છે. આ સત્ય સંકલ્પ છે. યોગશાસ્ત્રના સાતમા, આઠમા પ્રકાશમાં ઘણી જગ્યાએ આવું વિચારવું, આવું ચિંતવવું એમ બતાવ્યું છે તે સાધના માર્ગમાં ખૂબ ઉપયોગી છે. સાધના વખતે જે કાંઈ જોઈએ છીએ અનુભવીએ છીએ તેની આપણા વન ઉપર ઘેરી અસર થાય છે. સાધક :- પ્રભુના કરુણારૂપ અગ્નિ વડે પાપ દહન પછી સાધક પ્રભુને પ્રાર્થના કરે છે - આપ અનંત ગુણના નિધાન છો. ગુણ પ્રકર્ષવાન છો. હું ગુણહીન છું. મારામાં એકે સદ્ગુણ નથી, તો આપના ગુણોથી મને પવિત્ર (ગુણવાન) બનાવો. તે વખતે પરમાત્માના અંગે અંગમાંથી ગુણોનો વરસાદ પડે છે. વરસાદ ગંગાજળ જેવો છે. તેમાં આપણે સ્નાન કરીએ છીએ. તુમ ગુણગણ ગંગાજળે હું ઝીલીને નિર્મળ થાઉ રે,,, તુમ તણા, Jain Education International ગિરુઆ રે પરમાત્માના ગુણોનો હિમાલય પર્વત જેવડો ઢગલો કલ્પવો. પરમાત્માના ગુણો અનંત.... અનંત.... અનંત છે. હિમાલય કરતાં પણ ઘણા અધિક પ્રભુગુણ રૂપી હિમાલય ઉપરથી પ્રભુ ગુણ ગંગાનો ધોધ પડે છે. તેમાં (ધોધમાં) આપણે સ્નાન કરીએ છીએ. તેનાથી નિર્મળ બનીએ છીએ. ગુણોથી આપણે ભરાઈ જઈએ છીએ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ, દયા, દાન, પરોપકાર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, For Private & Personal Use Only ગુણ www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy