SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન યુગના “આનંદધન' પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજ. વર્તમાન સમયની દુનિયાને સૌથી વધારે જરૂર છે આવા સંતોની. આપણી આંતર શક્તિના પ્રગટીકરણ માટે, ભય શોક ચિંતામાંથી મુકત બનાવવા માટે, સુખ શાંતિ આનંદથી ભર્યું ભર્યું આપણું જીવન બનાવવા માટે - જરૂર છે, અનુભવજ્ઞાની સંતોની. - ભૌતિક વાદના આ સમયમાં આપણી ખોવાઈ ગયેલી સુખ શાંતિને પાછી જીવનમાં લાવવા માટે જરૂર છે આવા આનંદઘનની. આત્મતૃપ્તિની દિવ્ય શ્રીમંતાઇ માટે જરૂર છે આવા દિવ્ય પુરૂષોની. આવા અનુભવજ્ઞાની મહાપુરૂષ માટે કંઇ પણ લખવું તે મારા માટે બે હાથ પહોળા કરીને સમુદ્રનું માપ કાઢવા જેવી બાળ ચેષ્ટા છે. મારા જેવા તુચ્છ જંતુ માટે જેને કરૂણાનો ધોધ વરસાવી, હરાયા ઢોરની જેમ રખડતા મારા આત્માને માર્ગે ચઢાવવાનો મહાન ઉપકાર કર્યો તેની કૃતજ્ઞતામાંથી આ ગ્રંથનું સર્જન થાય છે. ૨૩ વર્ષ જેમના સાનિધ્યમાં પસાર થઇ ગયા, કલાકોના કલાકો જેમના પાસે ગાળ્યા, છતાં પણ જેમની સાધનાની ઊંડાઇ, સર્વને પોતાનામાં સમાવી લેવાની જેમની આકાશ જેવી વિશાળ ચેતના, પ્રભુ પ્રત્યેનો તેમનો દિવ્ય પ્રેમ, સ્યાદ્વાદમય, સમન્વયાત્મક તેમની બુદ્ધિના ઉંડાણનું માપ મારા જેવા સામાન્ય મનુષ્યથી નીકળી ન શકે તે સ્વાભાવિક છે. પૂ. ગુરૂદેવની સૌથી પ્રિય વસ્તુ પરમાત્મા અને તેમનો નમસ્કાર. (૧) નમવું એટલે પરિણમવું. (૨) પરિણમવું એટલે તદાકાર ઉપયોગે પરિણમવું-તત્ સ્વરૂપ બનવું. (૩) તત્ સ્વરૂપ બનવું એટલે તે રૂપ હોવાનો અનુભવ કરવો. (૪) છેવટે તે રૂપ થઇને સ્થિર રહેવું. નમસ્કાર ભાવની સાધનામાંથી “આત્મ અનુભવ” અને “આત્મરમણતા' એ તેમના જીવનની સિદ્ધિ છે, આત્માના અનંત ઐશ્વર્ય જ્ઞાનાનંદની છોળો તેમનામાં ઉછળતી આપણે જોઇ છે. અધ્યાત્મ ક્ષેત્રમાં સાધકો માટે આત્મ અનુભવ સુધી પહોંચવા માટે આલંબન જોઇએ, સહાયક તત્ત્વ જોઇએ. અધ્યાત્મ ક્ષેત્રમાં ગુરુનું આલંબન પ્રાપ્ત થયું મા સૌભાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy