SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ પ્રભુના પ્રેમરસ ભર્યા નયનમાંથી ઝરતો મધુર રસ એક વખત તું ચાખી જો. તારાં નયના તે પ્યાલા પ્રેમનાં ભર્યા છે. પ્રેમના ભર્યા છે દયારસનાં ભર્યા છે. તારા નયના......... જે કોઈ તારી નજરે ચઢી આવે, કારજ તેનાં તે સિદ્ધ કર્યા છે. તારાં નયના.......... તારા હૃદયમાં પ્રભુને પ્રેમથી બિરાજમાન કરી, તું શૂન્ય બનીને પ્રભુના પ્રેમમાં ખોવાઈ જા. તારા લોહીના અણુઓમાં, તારા સાડાત્રણ કરોડ રોમમાં અને તારા આત્માના અસંખ્ય પ્રદેશમાં એવું સુખ અનુભવાશે કે અનંત કાળમાં કદી અનુભવ્યું નહીં હોય. ભક્તિરસના પ્યાસી વાચક ! તને ગુપ્ત રહસ્ય કહું છું “તું પ્રભુના પ્રેમમાં પડી જા. તને જીવનમાં પરમ આનંદ અનુભવાશે.” તારા પ્રિયતમના કરુણાના પાત્ર જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવથી ભાવિત બન ! તારા પ્રિયતમની માતા “સવિ જીવ કરૂં શાસન રસી” ની ભાવનાને તારા હૃદયનો કબજો લેવા દે. જેનાથી તારી નાડીઓમાં વહેતું લોહી આ દિવ્ય ભાવનાથી ભાવિત બની જશે, જે તારા મસ્તક ઉપર કલ્પવૃક્ષનું સર્જન કરશે. જો ધૂરિ સિરિ અરિહંત મૂલ, દૃઢ પીઠ પઈઠ્ઠિઓ, સિધ્ધ સૂરિ ઉવજ્ઝાય સાહુ, ચિહ્યું સાહ ગરિઠ્ઠિઓ, દંસણ નાણ ચરિત્ત તવહિ, પડિસાહા સુંદરૂ, તત્તખર સરગ્ગ લબ્ધિ, ગુરૂ પયદલ દુંબરૂ, દિસિવાલ જકખજક્મિણી પમુહ, સુકુસુમેહિં અલંકિઓ; સો સિધ્ધચક્ર કપ્પતરૂ, અમ્હે મનવંછિય લ દિયો. બ્રહ્મરંધ્રમાં અરિહંત પદ કલ્પવૃક્ષના મૂળ રૂપે છે. તે કલ્પવૃક્ષ ખીલીને મસ્તક ઉપર વિકસિત બનશે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ સિદ્ધચક્ર રૂપી કલ્પવૃક્ષની મુખ્ય શાખાઓ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ - આ પ્રશાખાઓ છે. અષ્ટ વર્ગ, ૪૮ લબ્ધિપદો, ૮ ગુરુપાદુકાઓ તેના પાંદડાં છે. ૧૮ અધિષ્ઠાયક, જયાદિ ૮ દેવીઓ, ૧૬ વિદ્યાદેવી, ૨૪ યક્ષ યક્ષિણી, ૪ દ્વારપાલ, ૪ વીર, ૧૦ દિગ્પાલ, ૯ ગ્રહ અને ૯ નિધિ આ કલ્પવૃક્ષનાં ફૂલ છે. અને પરમાત્મપદની પ્રાપ્તિ એ જેનું ફળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy