SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પરંતુ આપના બન્ને ચરણને નમસ્કાર કરીને મારી એક જ ઈચ્છા છે “તમારી ભક્તિ મારા મનમાં ભવોભવના વિષે નિશ્ર્ચલપણે સદા રહો.” રોમરોમમાં પ્રભુ વસે અને ભકિતની ઉત્કૃષ્ટ પરિણતિ જાગે ત્યારે ભગવાન મળ્યા સિવાય રહેતા નથી. પણ તમે શૂન્ય બનો ત્યારે જ પૂર્ણમાં એકાકાર બની શકો. બાહ્યમાં શુન્ય ભાવ આવે ત્યારે અંતરંગમાં પૂર્ણતા પામે છે. ભકિતની પરાકાષ્ઠાએ તો જ્યાં નજર પડે ત્યાં પરમાત્મા જ દેખાય છે. “જ્યાં જઈએ ત્યાં પૂરણ સઘળે દીસે તુંહી જ તુંહી રે” સકળ જીવસૃષ્ટિ “દલતયા પરમાત્મા એવ જીવાત્મા છે. દલથી સર્વ જીવ પરમાત્મા છે. જીવ માત્રમાં સત્તારૂપે અવસ્થિત શુદ્ધ આત્મ ચૈતન્યનું દર્શન થાય છે અને જીવ માત્ર પ્રત્યે આત્મસમદર્શિત્વ અનુભવાય છે. પોતાના આત્મામાં પરમાત્માનો અનુભવ થાય ત્યારે જીવને મોક્ષનાં અનંત સુખો હથેળીમાં આવી જાય છે. સંસાર સાગર ગાયના પગલાં જેવો બની જાય છે. જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો તુજ આલંબને રે લોલ હવે સંપૂરણ સિદ્ધિ તણી શી વાર છે, દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે. ભકિત એ મુકિતની દૂતિ છે. ભકિત મુકિતને ખેંચી લાવે છે. પ્રભુના પ્રેમનો મધુર રસ જેણે ચાખ્યો, તેને ચક્રવર્તીના સામ્રાજય કરતાં પરમાત્મા વધુ વહાલા લાગે છે. “મારા વહાલા પ્રિયતમ પ્રભુ ! હું તારા પ્રેમમાં છું. હું તને હૃદયના ભાવથી ચાહું છું. તું મને બહુ જ ગમે છે,” “બહુ જ ગમે છે.” એક ક્ષણ તને ભૂલી શકું તેમ નથી. કદાચ સ્વર્ગનું અમૃત ચાખવા મળે અને પ્રભુ પ્રેમનો રસ ચાખવા મળે તો તે બન્ને રસમાં પ્રભુનો પ્રેમરસ સ્વર્ગના અમૃત કરતાં અનંત ગુણો ચડિયાતો છે તેવું અનુભવજ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે. પ્રિય વાચક ! હું તને શું કહું ! Jain Education International “ઘાયલકી ગત ઘાયલ જાને, ઓર ન જાને કોઈ 33 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy