________________
૨૦૦ આ દેહ તારું સ્વરૂપ નથી. તારૂં જે નામ છે તે તું નથી. દેહને લગતા પદાર્થો તારા નથી. સર્વ સંયોગ સંબંધે મળ્યા છે. પરમાર્થે તેમાં તારું કાંઈ નથી. કર્મ પુદ્ગલનું આ બધું સર્જન છે.
તું તો અનંત શક્તિનો સ્વામી આત્મા છે. કેવળજ્ઞાન આદિ અનંત ગુણ સંપત્તિનો નિધાન છે. અવ્યાબાધ સુખનો તું ભંડાર છે. તે આત્મા-અસંખ્ય પ્રદેશી પરમાનંદનો મહાસાગર, સત્ ચિદાનંદ સ્વરૂપ, નિષ્કલંક, નિરામય, શુદ્ધ, ચિદાનંદઘન સ્વરૂપ છે.( અત્યંત ભાવવિભોર બની પ્રભુની વાણી આપણે સાંભળી રહ્યા છીએ)..........
પુદ્ગલનું લક્ષણ સડણ પડણ વિધ્વંસન છે. તે અવિનાશી ચૈતન્ય લક્ષણ આત્મા છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ પુદ્ગલના ગુણો છે. તારા ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે. પુદ્ગલ રૂપી છે, તું અરૂપી છે. કર્મકૃત ભાવોથી તું ભિન્ન છે.
ષ દ્રવ્યના સ્વરૂપને ઓળખીને લક્ષણભેદથી પણ પુદ્ગલ દ્રવ્યથી તું ભિન્ન છે તે સમજ.
નવ તત્ત્વની સહણા કરી જીવ અને અજીવનો ભેદ સમજીને, અજીવપુદ્ગલ દ્રવ્ય છે, તું જીવચેતનદ્રવ્ય છે તેવો વિવેક કર. તત્ત્વ સમજીને પુદ્ગલથી ભિન્ન તારા ચૈતન્ય સ્વરૂપને ઓળખ અને તેની શ્રદ્ધા કર. પર દ્રવ્ય અને પરભાવને છોડી તું તારા સ્વરુપમાં રૂચિ કર. અનંત આનંદ અને સુખના પરમ ભંડાર તારા આત્મસ્વરૂપને પ્રગટ કરવાનો સંકલ્પ કર.
જેવું સિદ્ધ ભગવંતનું પ્રગટ સ્વરૂપ છે, તેવું શુદ્ધ આત્મચૈતન્ય તારામાં રહેલું છે. તેમાં રૂચિ કરીને તે સ્વરૂપનો અનુભવ કરવા ઉદ્યમવંત બન.
માટે તસ્વામૃતનું પાન કરી, પર પુદ્ગલ સંગ છોડી, તારા સ્વરૂપમાં સ્થિર બનવા માટે, જેનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું છે તેવા પરમાત્મામાં, તારી ચેતનાને જોડીને સ્વરૂપનો અનુભવ કર.
પર વસ્તુનું રાગીપણું, કર્તાપણું, ભોક્તાપણું તારું કાર્ય નથી. માટે તે છોડીને તારા સ્વરૂપમાં રૂચિ કર.
તારા નિર્મળાનંદનો અનુભવ કરવા તત્પર બન. સમ્ય દર્શન રૂપ અમૃતનો અનુભવ કરવા ઉત્સાહિત બન.”
(ભગવાનની દેશનાથી આપણા ઉપર નીચે મુજબ અસર થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
: www.jainelibrary.org