________________
૨૦૧
'
(દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.)
સાક્ષાત્ જાણે અમૃતરસનું પાન કરતા હોઇએ તે રીતે જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં આપણામાં અપૂર્વ ભાવોલ્લાસ પ્રગટ થયો છે..
શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર ઝંખના થઇ. પરમાત્માના આવા દિવ્ય વચનો સાંભળતાં, પ્રભુ કહે છે તેવું આપણામાં બને છે. દ્રવ્ય કર્મ (જ્ઞાનાવરણીય આદિ) ભાવ કર્મ, (રાગ દ્વેષ મોહ, અજ્ઞાન) અને નોકર્મ (શરીર આદિ)થી ભિન્ન હું આત્મા છું તેવો ભાવ ઉલ્લુસ્યો...
ચરમયથાપ્રવૃત્તિકરણની સ્થિતિએ અત્યારે આપણે છીએ. હું આત્મા જ છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. પરમાનંદનો કંદ છું. સત્તાએ શુદ્ધ નિર્મળ છું.........(સંકલ્પપૂર્વકનું સંવેદન કરવું)
કર્મ સંયોગે આત્મા અશુદ્ધ દેખાય છે, પણ જિનવાણી રૂપ અમૃતનું પાન થતાં તેની શુદ્ધતા
( તહવી સત્તા ગુણે જીવ એ નિર્મળો,
અન્ય સંશ્લેષ જેમ સ્ફટિક નવી શામળો;
જો પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદાત્મ્યમાં માહરૂં તે નહીં.) નિર્મળતા જાણી, તેની શ્રધ્ધા થઇ . અને પર ઉપાધિત દુષ્ટ પરિણતિ કર્મકર્તાપણારુપ ગ્રહીને, તાદાત્મ્યભાવમાં તાદાત્મ્ય સંબંધે કરી છે તે સર્વ ઉપાધિક ભાવ મારો નથી. સંયોગ સંબંધે મળ્યો છે, સમવાય સંબંધ નથી. તદ્ઉત્પત્તિ સંબંધ છે, પરંતુ તાદાત્મ્ય સંબંધ નથી. દ્રવ્યાર્થિક સંગ્રહ નયની અપેક્ષાએ મારો જીવ નિર્મળ છે. આ ભાવનાએ ચઢતાં હું આત્મા જ છું - પૂર્ણ છું, કેવલજ્ઞાન સ્વરૂપ છું, અનંત ગુણમય છું તેવો અપૂર્વ ભાવાત્મક ઉછાળો, વીર્યોલ્લાસ થવાથી અપૂર્વકરણ રુપ મહાસમાધિ થઈ. (અહીં ધ્યાનમાં સ્થિર બની અનુભવ કરવો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org