________________
૨૪૫ દર્શન થાય છે. અને તે પ્રકાશ જ્યારે આપણને (આપણા આત્માને) ભેદીને પસાર થાય છે, ત્યારે તે પ્રકાશના દિવ્ય તેજમાં દેહથી ભિન્ન, કેવળજ્ઞાન આદિ ગુણ લક્ષ્મીથી યુકત, અનંત આનંદસ્વરૂપ, અવ્યાબાધ સુખથી પૂર્ણ, અચિંત્ય શકિતના ભંડાર સ્વરૂપ, આપણા શુદ્ધ આત્માનું દર્શન થાય તેવી દિવ્ય પળો આવે છે.
પરમાત્માના પૂર્ણ પ્રકાશના આલંબને સ્વ આત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન થવું તે જ સાચો નમસ્કાર છે, તેને જ સાચો પુરુષાર્થ કહેવાય. તેનું જ જીવન ધન્ય છે કે જે પરમાત્માના આલંબને સ્વ આત્માનો અનુભવ કરે છે.
તે જ મહાન આત્માઓનું જીવન ધન્ય છે, જે અરિહંત આદિ પદોના ઉપયોગમાં સદા લીન છે.
તે જ સાચી સાધના છે, જેમાં પરમાત્માનું આલંબન લઈને તેના આધારે પોતાના આત્માનું અરિહંત, સિદ્ધ ભગવંત રૂપે ધ્યાન કરવામાં આવે છે. - જિનશાસનમાં કોઈપણ મહત્ત્વના પ્રસંગે ૧૨ નવકાર ગણવાની પરંપરા ચાલતી આવે છે. દીક્ષા લેવાનો પ્રસંગ હોય ત્યારે નાણ માંડવામાં આવે છે, ચતુર્મુખ ભગવાનની ત્રણ પ્રદક્ષિણા, દરેક ભગવાનની સામે એક એક નવકાર ગણીને કરવામાં આવે છે.
આ રીતે ઉપધાનમાં પ્રવેશ પ્રસંગે, કોઈ વ્રત લેવું હોય ત્યારે, તીર્થમાળાના પ્રસંગે આ જ રીતે દરેક ભગવાનની સામે એક નવકાર ગણવાથી ચતુર્મુખ ભગવાન સામે કુલ ચાર નવકાર એક પ્રદક્ષિણામાં થાય. એવી ત્રણ પ્રદક્ષિણામાં ૧૨ નવકાર ગણવાની પરંપરા જિનશાસનમાં ચાલતી આવે છે.
બાર નવકાર માટે - દરેક શુભ કાર્યના આરંભમાં ૧૨ નવકાર ગણવા, તેથી નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થશે. ૧૯. નવપદમાં પૂ. ગુરૂ મહારાજે અમને શું શીખવ્યું ? Scientifically Secured-Shree Navapad નવપદો એ વિશ્વ ઉપરનું સ્વયંસિદ્ધ, સર્વોત્કૃષ્ટ, મહાવિજ્ઞાન છે. '
શ્રીપાલ રાસમાં અનંત કરુણામય પ્રભુ શ્રી મહાવીર ભગવાન દેશનામાં કહે છે કે :
“આરાધનાનું મૂળ જસ, આતમભાવઅછે હ; તેણે નવપદ છે આતમા, નવપદમાંહે તેહ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org