________________
૨૪૬ શ્રી નવપદમાં આત્મા છે, અને આત્મામાં નવપદો છે. નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોનો અનુભવ કરવા માટે દેશનામાં ભગવાન આગળ કહે છે કે :
“ધ્યેય સમાપત્તિ હુએ, ધ્યાતા ધ્યેય પ્રમાણ; તેણે નવપદ છે આતમા, જાણે કોઈ સુજાણ.”
- પહેલી નજરે આપણને એવું લાગે છે કે નવપદમાં આત્મા અને આત્મામાં નવપદોનો અનુભવ કરવો એ બહુ કઠિન કાર્ય છે, તેવો અનુભવ કરવા માટે તો હિમાલયની ગુફામાં યોગી બનીને બેસવું પડે, પરંતુ તેવું કરવાની કોઈ જરૂર નથી. તેવો અનુભવ કરવા માટે જિનઆગમ અને જિનબિંબ (મૂર્તિ)નું આલંબન લેવાની જરૂર છે. નવપદમાં આત્માને સહેલાઈથી સમજવા માટે એક દૃષ્ટાંત જોઈએ :
એક શેઠ જિનમંદિરમાં પૂજા કરવા માટે ગયા. તેમના ઘરે મહેમાન આવ્યા. મહેમાને શેઠાણીને પૂછયું કે શેઠ કયાં ગયા છે ? શેઠાણીએ કહ્યું કે શેઠ અત્યારે વકીલને ઘેર ગયા છે. થોડી વારમા શેઠ જિનમંદિરથી પૂજાના કપડામાં પૂજાની સામગ્રી સાથે ઘેર આવ્યા. મહેમાને જિનમંદિરેથી શેઠને આવતા જોઈને શેઠાણીને કહ્યું કે શેઠ તો જિનમંદિરથી આવે છે. ત્યારે શેઠાણીએ કહ્યું કે શેઠને પૂછો : જિનમંદિરમાં હતા, તે વખતે તેમનું ધ્યાન કયાં હતું ? શેઠે કબૂલ કર્યું કે તે મંદિરમાં હતા, ત્યારે તેમનું ધ્યાન કોઈની પાસે પૈસા લહેણા હતા તે વસૂલ કરવા માટે વકીલની સલાહ લેવામાં હતું. શેઠ હતા તો જિનમંદિરમાં પણ તેમનું ધ્યાન, તેમનો ઉપયોગ (Attention) વકીલમાં હતો. તેથી શેઠ વકીલને ઘેર ગયા હતા, તેવું આપણે કહીએ છીએ. એટલે જયાં ઉપયોગ ત્યાં આત્મા. જેમાં ધ્યાન તેમાં આત્મા - આવો નિયમ આમાંથી નિીકળે છે.
હવે આપણો ઉપયોગ, આપણું ધ્યાન નવપદમાં હોય ત્યારે, આપણો આત્મા કયાં છે ? એનો ઉત્તર સ્પષ્ટ છે કે જયારે આપણે આપણો ઉપયોગ નવપદમાં લીન કરીએ છીએ ત્યારે આપણો આત્મા નવપદમાં છે.
હવે, આત્મામાં નવપદો કેવી રીતે છે તે દૃષ્ટાંતથી જોઈએ. એક માણસ ચશ્માને જોવામાં લીન બની ગયો. તે જોવામાં તન્મય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org