SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ છૂપાયેલો લાભ શોધી શકતી નથી. થોડા સમય પછી લાગશે કે આ મુશ્કેલી કે ઉપાધિ ન આવી હોત તો આવો વિકાસ થઈ શકત નહિ. મુશ્કેલી કે ઉપાધિ સાધના શરૂ થયા પછી લાભ માટે જ આવે છે તે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવું. સાધક જીવન શરૂ થયા પછી મુશ્કેલી એ આત્માની ઉન્નતિ સાધવા માટે છે. - સાધકને ટાયફોઇડ થયો. તેણે પૂ. ગુરુમહારાજને પત્ર લખ્યો. તેનો જવાબ આવ્યો કે - છેલ્લા પાંચ વર્ષથી સાધનામાં માર્ગદર્શન મેળવવા ખૂબ દોડાદોડી કરી છે. હવે સ્થિર બની જીવનના મહત્વના નિર્ણયો - જે મેળવવા જરૂરી હતા - તે માટેની યોગ્ય તકનું સર્જન કરવા માટે ભગવાને મોકલેલી પ્રસાદી રૂપે માંદગી આવી છે તેમ સમજવું. સાધક જીવન શરૂ થયા પછી વિઘ્નો એ આત્માની વધુ ઉન્નતિ સાધવા માટે આવે છે અને તે વિઘ્નોનો જય કરવા માટે પરમાત્માની પ્રસાદી એ અનન્ય સાધન છે. પરમાત્માની કૃપાથી જ વિઘ્નોનો જય કરીને આત્મા પોતાની ઉન્નતિ સાધે છે. તાવ નોર્મલ થયા પછી ચિત્ત સ્વસ્થ થાય ત્યારે જીવનના મહત્ત્વના નિર્ણયો કરવા. સાધના શરૂ થયા પછી જીવનમાં આવતો દરેક મુશ્કેલ પ્રસંગ પણ લાભ માટે હોય છે. માંદગીમાં પણ દેવ-ગુરુ કૃપાથી સાધના ક્રમ, સિદ્ધચક્ર પૂજન આદિ જળવાઇ રહેલું. સાધનામાં આવતા વિદ્ગો શાન્ત કરવા માટે પૂ. ગુરુમહારાજે બતાવેલો શાસ્ત્રીય પ્રયોગ - (૧) આઠ પાંખડીવાળા કમળની ચિંતવના કરવી. (૨) કમળની કર્ણિકામાં સૂર્યના તેજ સ્વરૂપ પોતાના આત્માને સ્થાપન કરવો. (૩) આઠ પાંખડીઓમાં ક્રમશઃ ૐ નમો અરિહંતાણં – આ આઠ અક્ષરો સ્થાપન કરવા. આઠ દિવસ સુધી આ પ્રમાણે સ્થાપન કરી નીચે મુજબ વિધિ કરવી. (૪) પ્રથમ દિવસે ૐ લખેલું છે તે પાંદડી તરફ લક્ષ રાખી ૐ નમો અરિહંતાણંનો ૧૧૦૦ વખત જાપ કરવો. (પ) બીજા દિવસે ન લખેલું છે તે પાંખડી તરફ લક્ષ રાખી નમો અરિહંતાણંનો ૧૧૦૦ વખત જાપ કરવો. (૬) તે પ્રમાણે આઠ દિવસ સુધી એક એક પાંખડી તરફ લક્ષ રાખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy