SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ દરરોજ ૧૧૦૦ વખત જાપ કરવો. (૭) ધ્યાન સ્થિર કરી મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની મહા મંગલકારી વિપ્ન વિનાશક શકિત ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ધ્યાન પૂર્વક જાપ કરવો. (૮) આ ધ્યાન પૂર્વકના જાપથી સાધનામાં આવતાં વિઘ્નો નાશ પામે છે. (૯) જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્મામાં ધ્યાન સ્થિર રાખી જાપ કરવો. જાપ સમયે મંત્રના અધિષ્ઠાતા અરિહંત પરમાત્માની ઉપસ્થિતિ કાર્યસિદ્ધિનું પ્રધાન અંગ છે. શ્રી નમસ્કાર મંત્રની અચિંત્ય શકિતઓ Economically Effective-Shree NAMASKAR Maha Mantra. અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક શ્રી નમસ્કાર મહામંત્ર Constitutionally Correct. બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય. Politically perfect. રાજકીય દૃષ્ટિબિંદુમાં સર્વોત્કૃષ્ટતા. Mathematically Mature. ગણિતશાસ્ત્રની દષ્ટિએ ઉત્કૃષ્ટ શ્રી નવકાર. Psychologically Sensitive. માનસશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક. Astrologically Assured. જ્યોતિષશાસ્ત્રની દષ્ટિએ વાસ્તવિક સત્ય શ્રી નવકાર. Geographically Genutine. ભૌગોલિક દૃષ્ટિએ સર્વોચ્ચ-શ્રી નમસ્કાર મહામંત્ર Science of Supremacy. આત્મવિજ્ઞાનનો પ્રયોગ, ૨૦૧૮ના આસો સુદમાં જે વખતે પૂ. ગુરુભગવંતનું ચાતુર્માસ પાટણમાં હતું, ત્યારે મહેસાણામાં સિદ્ધચક્ર પૂજન કરાવવા માટે ઇચ્છાવાળા મહેસાણા સંઘના પ્રતિનિધિઓ પૂ. ગુરુભગવંત પાસે આવેલા. વિધિકારકના અભાવે પૂજન થઇ શકતું નહોતું, તેથી ગુરુભગવંતને વિનંતિ કરતાં પૂ. ગુરુભગવંતે સાધકને જવા માટે કહ્યું. ૨૦૧૮ના આસો સુદ પૂનમનો દિવસ પૂજન માટે નક્કી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy