________________
૫ આગળ જવા માટે હંમેશાં રસ્તો બતાવતા.
કહ્યું છે કે - પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગ ધણી, મહિમા મેરૂ સમાન,
ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું.
(પૂ. આનંદઘનજી મહારાજ) એક વખત સદ્ગુરુએ પરમ નિધાનનું દર્શન પ્રવચનના અંજન દ્વારા કરાવ્યું. પછી ચિત્તવૃત્તિ આત્માના પરમ ભંડારમાં જ વહ્યા કરે છે અને હૃદય મંદિરમાં પ્રભુ દર્શન સિવાય સાધક રહી શકતો નથી. તીવ્ર ઝંખના, તીવ્ર તાલાવેલીવાળાને પરમાત્મા દર્શન આપ્યા સિવાય રહેતા નથી. અર્થાત્ તેને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
શ્રી દેવચંદ્રજી મહારાજ - જે આત્મ અનુભવનો રસ નિરંતર ઝીલતા હતા, તેમના ગ્રંથોમાં આત્માના અનુભવની પ્રક્રિયા સર્વત્ર ભરેલી છે, તેના આધારે પૂ. ગુરુમહારાજના માર્ગદર્શન મુજબ સાધનાનો પ્રયોગ સાધકના જીવનમાં શરૂ થયો.
જિનભતિની સચ્ય ભૂમિકા
પરમાત્માની સાથે તન્મય બનવાની પ્રક્રિયા.
અનંતકાળથી આપણી ચેતના પરપુદ્ગલ સંયોગે પુલ અનુયાયી બની છે. આદર બહુમાન પરપુદ્ગલનું છે. રૂચિ પરપુદ્ગલમાં છે. રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકત્વતા પુદ્ગલ સાથે છે. આપણી ચેતના વિભાવ દશામાં પુદ્ગલ પરિણામી બનેલી છે. આ વિભાવ પરિણતિ આપણો મૂળ ધર્મ નથી, તેથી તેનું નિવારણ કરવાનો ઉપાય કરીએ તો તે જાય તેમ છે. તેનો ઉપાય વિચારતાં જો તેને આપણા શુદ્ધ સ્વરૂપ સાથે જોડવા પ્રયત્ન કરીએ તો ટકી શકીએ તેમ નથી. અને આત્મા પુદ્ગલના સંગે કર્મના બંધને વધારે છે. માટે જેમનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે તેવા શુદ્ધ, પૂર્ણ અને પરમાનંદ સ્વરૂપ પરમાત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org