SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે આપણી ચેતનાનું જોડાણ થાય તો આપણી ચેતના આત્મસ્વરૂપ અનુયાયી બને છે. અને તો જ આત્માનુભવ કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ શક્ય બને છે. અનંત કાળથી પુદ્ગલ અનુયાયી બનેલી આપણી ચેતનાને આત્મસ્વરૂપ અનુયાયી બનાવવાનો ઉપાય આપણી ચેતનાને પરમાત્મ સ્વરૂપ અનુયાયી બનાવવી તે છે. પરમાત્માના ગુણોને રંગે રંગાયેલી આપણી ચેતના કેવી રીતે બનાવવી ? પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય કેવી રીતે થાય ? પરમાત્મ ગુણરસિક આપણી ચેતના કેવી રીતે બનાવવી ? અનંત કાળથી જીવને પુગલનું (જડ પદાર્થનું) આદર અને બહુમાન છે. તે પલટાવીને પરમાત્મા અરિહંત દેવના ગુણો પ્રત્યે આદર બહુમાન કરવું. પરમાત્માના ગુણોના મુખ્ય ત્રણ વિભાગ છે. પહેલો વિભાગ ઉપકાર સંપદા - પરમાત્મા કરૂણાના સાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, વાત્સલ્યના ભંડાર, અશરણના શરણ, અનાથના નાથ, અનંત જીવોના પરમ ઉદ્ધારક, મહાસાર્થવાહ, મહાગોપ, મહાનિર્યામક, મહામાહણ આદિ ગુણોનું ભાવપૂર્વક ચિંતન કરવું. બીજી અતિશય સંપદા - ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણ, પ્રાતિહાર્યો, સમોસરણની ત્ર િઆદિનું ચિંતન કરવું. ત્રીજી મૂલગુણસંપદા - શુદ્ધ આત્મચેતન્ય પ્રગટ થવાથી પરમાત્મામાં જે જે અનંત ગુણ સંપદા પ્રગટ થઈ છે તેનું ચિંતન કરવું. સ્વરૂપરમણી, સ્વરૂપભોગી, સ્વરૂપાનંદી, અનંતગુણ સમૃદ્ધિના નિધાન, કેવળજ્ઞાન આદિ અનંત ગુણલક્ષ્મીના સ્વામી, અચિંત્ય શકિતના ભંડાર, અનંત વીર્ય આદિ ગુણોથી યુક્ત, એકાંતિક,-આત્યંતિક-અનંત-અવ્યાબાધ-સ્વતંત્ર-સ્વાધીન એવા પરમ સુખથી પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપનો વિચાર કરતાં જીવનું અનંત કાળનું પુદ્ગલ ઉપરનું આદર બહુમાન પલટાઈને પરમાત્મા ઉપર આદર બહુમાન થાય છે. માહરો આતમા તુજ થ% નિપજે, માહરી સંપદા સયલ મુજ સંપજે; તેણે મનમંદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. શ્રી દેવચંદ્રજી કૃત ધર્મનાથ ભગવાનનું સ્તવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy