________________
૯૧
(તપ પદની પૂજા)
(૨) આત્માના પરમાનંદનો અનુભવ નવપદના ધ્યાન દ્વારા કેવી રીતે
કરવો ?
એ નવપદને ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આત્મરૂપ રે. (શ્રીપાળ રાસ-ઢાળ ચોથી ખંડ ૪)
(૩) તે નવપદના ધ્યાનથી આત્મસ્વરૂપ કેવી રીતે પ્રગટાવવું ? ઉપરના ત્રણે પ્રશ્નોના વિષયમાં પૂ. ગુરુમહારાજે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. નવપદનું ધ્યાન તો ૨૦૧૫ની સાલમાં શરૂ કરાવેલું, તે ધીમે ધીમે આગળ વધતાં ઉપરના પ્રશ્નોનો જવાબ મળી રહે તે સ્થિતિએ પહોંચતાં વર્ષો વીતી ગયાં.
સાધકના જીવનમાં સિદ્ધચક્ર પૂજનની દરરોજની નિયમિત આરાધના, નવપદનું ધ્યાન વગેરે દ્વારા ઉપરના પ્રશ્નોનો જવાબ મળી રહે તે રીતે ધ્યાન પ્રક્રિયા ચાલુ રહી.
`સિરિસિરિવાલ કહા' અને `શ્રીપાળ રાસ'ના રહસ્યોની વાચના સાંભળ્યા પછી સાધકના હૃદયમાં નવપદની ભકિત વિશેષ પ્રકારે વધતી જાય છે. ૨૦૨૧માં વસઈમાં પૂજ્ય ગુરુમહારાજની નિશ્રામાં નવપદ આરાધક સમાજના ઉપક્રમે શ્રી મણિલાલ ચાંપશીભાઈ નાઈરોબીવાળા તરફથી સામુદાયિક ઓળીનો ભવ્ય પ્રસંગ ઉપસ્થિત થયો.
આ પ્રસંગે ઓળીના દિવસોમાં રાત્રે જાહેરમાં શ્રીપાળ રાસ વાંચવા માટે પ્રેરણા કરી. ગુરુ આજ્ઞાને ના કહેવાની હિંમત તો કોઈ કરી શકે જ નહિ. કાંઈ આવડે નહિ અને શ્રીપાળ રાસનું વાંચન કરવું ? છતાં ગુરુકૃપા શું છે તેનો અનુભવ થયો. ઓળીના ૧૨૦૦ આરાધકો ઉપરાંત હાલારના બાવન ગામના માણસો અને જાર્મનગર તરફથી રાત્રે ગાડીઓ અને ખટારામાં ઘણા માણસો આવે. સભા ઘણી મોટી થાય. અને શ્રીપાળ રાસ વાંચન સમયે ગુરુકૃપા - અદ્ભુત રસપૂર્વક સંગીત સાથે શ્રીપાળ રાસનાં રહસ્યો ખુલ્લાં કરાવે. પ્રસંગને અનુરૂપ શ્રીપાળ રાસની ઢાળોના રાગો અને તેનું તત્ત્વજ્ઞાન રજૂ કરતાં સાધક ગુરુકૃપાને હૃદયમાં ક્ષણે ક્ષણે યાદ કરે છે અને ઝીલનારા (સાંભળનારા) નવપદની ભકિતમાં લીન બને છે. ત્યાં પધારેલા આરાધકો અને નવપદનો અચિન્ય પ્રભાવ આ બે વચ્ચે ગુરુકૃપા સાધકને નિમિત્ત બનાવે છે. આ ગુરુકૃપાને કોટિ કોટિ પ્રણામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org