SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૦ના દિગુવિજય પ્લોટના પૂ. ગુરુભગવંતના ચાતુર્માસ દરમ્યાન તેમણે શ્રીપાળ રાસ અને સિરિ સિરિવાલ કહા ઉપર સાધક માટે ખાસ વાચના આપેલી. આ બંને ગ્રંથોમાંથી દિવ્ય તત્ત્વ પૂ. ગુરુભગવંતે સાધકને સમજાવ્યું. નવપદનું અમૃત ઘૂંટી ઘૂંટીને પાયું. (અહીં તેનું વર્ણન ગ્રંથ વિસ્તારના ભયે લખ્યું નથી.) તેનું સવિસ્તર વર્ણન રૂપે “શ્રીપાળ અને મયણાના આધ્યાત્મિક જીવન રહસ્યો' પુસ્તક લખાયું છે. તે વાંચવા માટે આરાધકને ખાસ ભલામણ છે. તેમાં બતાવેલા નવપદના ધ્યાનની પ્રથમ ભૂમિકા, બીજી ભૂમિકા અને ત્રીજી ભૂમિકાનું ધ્યાન સાધકના જીવનમાં શરૂ થયું અને નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનો સાક્ષાત્ અનુભવ કરવાની કળા પૂ. ગુરૂમહારાજે સાધકને અનુભવાત્મક રીતે બતાવી. પૂ. ગુરુભગવંત નવકાર અને નવપદના અનુભવસિદ્ધ મહાપુરુષ છે તેવું સ્પષ્ટ અહીં સમજાય છે. ૨૦૨૦માં જામનગર દિગવિજય પ્લોટ અને ૨૦૨૧માં નવાગામ ચાતુર્માસ અને હાલાર પ્રદેશના આ વિહારમાં સાધકને અદ્ભુત પ્રેરણા મળતી જ રહી. આ પુસ્તકમાં બતાવેલું નવપદનું ધ્યાન વિષયક વર્ણન સાંભળીને અતિ આનંદ રસમાં સાધક ઝૂલે છે. ધન્ય છે આવા સંત પુરુષને જેમનો દેહ કેવળ આત્મતત્ત્વથી ભર્યો ભર્યો છે, શાશ્વત આત્મજ્યોતિના જે વાહક છે, જેના અણુએ અણુમાં પરમાત્માનો પ્રકાશ છે. જેના આત્માના પ્રદેશ પ્રદેશે નવપદનું ગીત ગૂંજી રહ્યું છે, જેના હૃદયના ધબકારે ધબકારે પ્રભુના નામનું સ્મરણ છે. આવા આત્મનિષ્ઠ પુરુષનો નવપદ ધ્યાનનો સંદેશો હૃદયમાં ધારણ કરી આપણે પણ નવપદમાં આત્મા અને આત્મામાં નવપદનું ધ્યાન કરીએ. એક વખત પૂ. ગુરુમહારાજે સિરિ સિરિવાલ કહા અને શ્રીપાળ રાસના મહત્ત્વના પ્રસંગો સાધકને સમજાવ્યા. યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે, એક તણે અવલંબને આતમ ધ્યાન પ્રમાણો રે. (શ્રીપાળ રાસ - હળ બારમી) (૧) નવપદના આલંબને આત્મધ્યાન કેવી રીતે ? ઈશ્યા નવપદના ધ્યાનને જેહ ધ્યાવે સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy