SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ | ગુરુ પદ ગુરુ વિના જ્ઞાન નથી. જ્ઞાન વિના શ્રધ્ધા નથી, શ્રદ્ધા વિના ભકિત નથી. ભકિત વિના મુકિત નથી. માટે બધાના મૂળમાં ગુરુ છે. કારણ કે ગુરુ પાસેથી જ્ઞાન મળે. જ્ઞાનમાંથી શ્રદ્ધા પ્રગટે શ્રદ્ધામાંથી ભક્તિ પ્રગટે ભકિતમાંથી મુકિત મળે. મુકિત મળે ત્યારે પૂર્ણ સુખ મળે. ગુરુનો યોગ પરમ ગુરુ પરમાત્માનો સંબંધ કરાવી આપે છે. પરમાત્માનો યોગ કરાવી આપનાર સદ્ગુરુને કોટિ કોટિ વંદન - નમસ્કાર હો ! પૂ. ગુરુમહારાજ :- કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિશ્વરજી રચિત યોગશાસ્ત્ર જિનાગમનો રહસ્ય પૂર્ણ ગ્રંથ છે. તેનો ખાસ અભ્યાસ કરવો. તેનો સાત, આઠ, નવ અને દસમો પ્રકાશ સાધના માટે અમૃત તુલ્ય છે. સાધક :- આપના કહેવા મુજબ પૂ. આ. કેસરસૂરિ વિરચિત ભાષાન્તરવાળું યોગશાસ્ત્ર વાંચતા ખૂબ જ આનંદ અને રોમાંચ થયો. આપની આજ્ઞા અનુસાર સાતમા - આઠમા પ્રકાશની વિશેષ સમજ સાધના માટે વધુ પ્રેરણાત્મક બની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy