SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ દોટ મૂકે છે, તેમ પરમાત્માની પાછળ જ્ઞાની ભકત દોટ મૂકે છે. પ્રભુ સાથે પ્રેમ કરવો છે, “હું અરિહંતના પ્રેમમાં છું.” આ વસ્તુને લોકો ઘેલછા કહેશે, કાંઈ અતિ વહેવારૂ તેને ગાંડપણ કહેશે. સંત કબીર જ્યાં જાય છે ત્યાં આત્મા અને પરમાત્માની વાત કરે છે. લોકો કહે છે કબીરો ગાંડો થઈ ગયો છે. ત્યારે કબીરે કાવ્ય રચ્યું - કબીરા બીગડ ગયા, છાશકે સંગસે દૂધ બીગડા. બીગડવા બીગડવામાં ધૃત તો ભયા, કબીરા બીગડ ગયા. પારસકે સંગસે લોહા બીંગડા, બીગડવા બીગડવામાં કંચન તો ભયા, કબીરા બીગડ ગયા. ભદ્રંકરકે સંગર્સ બાબુ (કડીવાળા) બીગડા, બીગડવા બીગડવામાં પ્રભુ તો મિલા, બાબુ બીંગડ ગયા. કોઈ કહેશે કે, પૂ. ભદ્રંકરવિજયજી મ.ના સંગથી બાબુ (સાધક) બગડી ગયો - ઘેલો થઈ ગયો, પણ મને તેની કાંઈ પરવા નથી કારણ અમારી (મારી અને મારા પ્રિયતમ અરિહંત પ્રભુની) અંદરની વાત તે જાણતા નથી. મારા પ્રશ્નનો જવાબ મારા ગુરુ મારફત આવ્યો કે, ભગવાન તને નોકર નથી બનાવવા માગતા. તારી પરચુરણ વ્યાવહારિક ઈચ્છા પૂર્તિ કરીને તે વાત પૂરી કરવા ઈચ્છતા નથી. તે તો તને તેમના જેવા બનાવવા ઈચ્છે છે. અરિહંત પરમાત્મા પોતાના ભકતને પોતાના સમકક્ષ બનાવે છે. પોતાનું રૂપ પોતાના ભકતને દાનમાં આપે છે. અહો ! અહો ! અરિહંત પ્રભુ ! તું કેટલો મહાન છે ! કેટલો મહાન છે ! તું મને બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. હું તને હૃદયના પ્રેમથી ચાહું છું. ઘડી ઘડી તારા પ્રેમમાં ખોવાઈ જાઉં છું. તું જ મારૂં જીવન છે. તું જ મારો પ્રાણ છે, તું જ મારૂં સર્વસ્વ છે. સર્વોત્તમ પુરૂષાર્થ ઉત્પન્ન કરનાર પ્રભુ તું જ છે. મારી શકિતઓને તું જગાડ ! મારા પ્રમાદને તું ખંખેરી નાંખ ! તારા પ્રેમનો સાચો પાત્ર બનું તેવી યોગ્યતા મને આપ ! તું દેવાને સમર્થ છે, હું લેવા માટે તત્પર છું. પ્રભુ ! મારા મર્યાદિત વ્યકિતત્વના કોચલાને તોડી નાંખ ! તું મને અનંતની યાત્રાએ લઈ જા ! પ્રભુ સાથેનો પ્રણય હવે આગળ ચાલે છે. ભગવાન હૃદયમાં પધારે છે. પદ્માસન અવસ્થામાં પલાંઠીથી નાભિ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy