SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ કે અનુભવજ્ઞાની મહાપુરુષોએ જે રીતે ધારાબદ્ધ રીતે (અકુંઠિત ભકિત દ્વારા) ઉપયોગ અરિહંત પ્રભુના સ્વરૂપમાં સ્થિર કર્યો તે રીતે ખીર નીર પેરે તુમશું મીલશું, વાચક યશ કહે હેજે હળશું. અમે પણ પરમાત્મા સાથે એકમેક મળી જઈશું. જેવી રીતે સાકર દૂધમાં ભળી જાય, તે રીતે ખીર-નીર પેરે તુમશું મીલશે એટલે કે હે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! આપના આવા અભેદ મિલન દ્વારા અમે પણ હેજે હળશું. એટલે કે પરમાનંદનો અનુભવ કરીશું અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ આપનું અભેદ મિલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપ અનુભવની દિવ્ય મધુર પ્રક્રિયા. આનંદનો પ્રેમી મનુષ્ય જયારે સાધક દશામાં આવે છે, ત્યારે જાણે છે કે આનંદનો ભંડાર આત્મામાં છે અને આનંદનો પરમ પ્રગટ ભંડાર પરમાત્મામાં છે. તેથી સાધકના પ્રેમનો પ્રવાહ પરમાત્મા તરફ વળે છે અને સાધકનો તે પરમાત્મ પ્રેમ જ પરમાનંદનું સ્વરૂપ ધારણ કરીને સાધકને આનંદથી પૂર્ણ ભરી દે છે. હવે આપણે આપણી સાધનામાં પાછા આવીએ. લગ્ન થયા પછી પતિનું ઘર પત્નીનું બની જાય છે. પતિની મિલ્કત પત્નીની બની જાય છે, પતિના સંબંધીઓ પત્નીના બની જાય છે. પતિ પ્રત્યેની વફાદારી પત્નીને પતિના સામ્રાજ્યની માલિક બનાવે છે. એક દિવસ મેં મારા હૈયાના હાર પ્રિયતમને કહ્યું – “પ્રભુ તમે મને નોકરીએ રાખો. આખો દિવસ તમારું કામ કરૂં તેવું સેવા કાર્ય ફરમાવીને કૃતાર્થ કરો.” મારા પ્રભુએ મને જવાબ ન આપ્યો પણ મારા ગુરુ મારફત આનો જવાબ મોકલ્યો તે સાંભળી મારી નાચી ઊઠવાની તમન્ના કાબુમાં ન રહી. રોમાંચ, સંભ્રમ, આશ્ચર્ય વચ્ચે મેં તો મન મૂકીને નાચી લીધું. (કોઈ વહેવારૂ માણસ તેને ગાંડપણ પણ કહી દે, પણ મને તેની કાંઈ પરવા નથી. કારણ કે અમારી અંદરની વાત તે કાંઈ જાણતો નથી.) - પ્રભુને મેળવવા છે તેવી ઈચ્છા સમ્યગુ દૃષ્ટિની છે, પૈસા મેળવવા છે તેવી ઈચ્છા મિથ્યાદષ્ટિની છે. પૈસાની પાછળ માણસ ગાંડાની જેમ આંધળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy