SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ૧૪ની સાંજે પલટાયો. (જેને વ્યાવહારિક ભાષામાં મૃત્યુ અગર કાળધર્મ કહેવાય.) તે વાતને અહીં ગૌણ કરી છે. કારણ કે મનુષ્ય પર્યાય પલટાઈને દેવનો પર્યાય થયો, પણ ગુરુનો આત્મા તો તે જ છે. એટલે પર્યાયને ગૌણ કરી દ્રવ્યને મહત્ત્વ આપવું તે જ આપણું કર્તવ્ય છે. સ્વગર્થ ગુરુ એટલે “કાળધર્મ પામેલા નહીં” સ્વર્ગ એટલે હૃદય. હૃદયસ્થ ગુરુ સમજવું. અને ઉપયોગથી ગુરુ સર્વત્ર હાજર છે. આપણો ઉપયોગ ગુરુ આકારે પરિણમે ત્યારે ગુરુ હાજર હોય છે. સત્તા સંગ વિના તત્ત્વની પ્રાપ્તિ થતી નથી સત્તા સંગ વિના અંતની વાતનો તંત કદી મળતો નથી સત્ સંગ વિના વિવેક નથી, વિવેક વિના ભકિત નથી, ભકિત વિના મુક્તિ નથી. મુક્તિ વિના સુખ નથી, પરમસુખ મુક્તિમાં છે. સુખ માટે મુક્તિ જોઈએ. મુકિત માટે ભક્તિ જોઈએ. ભકિત માટે વિવેક જોઈએ વિવેક માટે સંતોનો સમાગમ જોઈએ વિશ્વના સાર્વભૌમિક સામ્રાજ્યના જીવનદાતા અરિહંત પ્રભુનું મહાસામ્રાજ્ય....મારા પ્રિયતમનું મહાસામ્રાજ્ય ગુરુ મુખેથી સાંભળી મારા હૃદયમાં દિવ્યજ્યોતિનો પ્રકાશ પથરાયો. દરરોજ સવારે એક પહોર (અંદાજે ૩ થી ૬ વાગે) મારા પ્રિયતમ સામે દિવ્ય પ્રણય ચાલે છે. સામાયિક ભાવમાં, પદ્માસને સ્થિત સાધક સ્થિતિમાં, મારા પ્રિયતમના રસ ભર્યા આલિંગનમાં હું લપાઈ જાઉં, પ્રભુના આલિંગનને ઝીલવામાં રસસભર બની જાઉં, અભેદ ધ્યાનમાં અમારૂં એકત્વ મિલન થાય અને અરિહંતાકાર ઉપયોગ અને ઉપયોગ આકાર આત્માની દિવ્ય સાધના ચાલે. મારા પ્રિયતમ-પ્રભુ આત્મ અનુભવનો દિવ્ય મધુર રસ પીવડાવે. તે અક્ષય અવિચલ અનુભવરસનું અમૃત હું પીધાં જ કરૂં...........પીધાં જ કરૂં............પીધાં જ કરૂં........... પ્રિય વાચક મિત્રો ! તેનું તાત્ત્વિક સ્વરૂપ જરા જોઈ લઈએ. મન વૈકુંઠ અકુંઠિત ભક્તે, યોગી ભાખે અનુભવ યુકતે, અકુંઠિત ભક્તિ દ્વારા એટલે ઉપયોગને કુંઠિત થવા દીધા સિવાય એટલે - કે અરિહંત આકાર ઉપયોગના સતત પ્રયોગ દ્વારા અમે એવી ભકિત કરીશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy