SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ નિર્મળ કક્ષાએ પહોંચતાં, અનંત દુઃખમાં સબડતા જગતના અનંત જીવો પ્રત્યે કરુણાભાવની પરાકાષ્ઠાએ પહોંચે છે. “અહો! આ વિશ્વમાં જિનેશ્વર ભગવંતનું કેવું લોકોત્તર, અનંતકલ્યાણકારી શાસન વિદ્યમાન છે! છતાં પણ મિથ્યાત્વાદિ મોહાંધકારને લીધે જગતના જીવો દુઃખી થઈ રહ્યા છે, જો મને એવી કોઈ શક્તિ પ્રાપ્ત થઈ જાય તો જગતના સર્વ જીવોને શ્રી જિન શાસનના રસિક બનાવી, નિસર્ગથી જ જ્યાં અનંત સુખ છે એવા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર બનું!” આ ભાવનાની સર્વોચ્ચ કક્ષાએ (Climax) પહોંચતાં તીર્થંકર નામકર્મ નિકાચિત કરે છે. મૈત્રી અને કરુણાની પરાકાષ્ઠાની આ દિવ્ય ભાવના છે. તેની વિશ્વ ઉપર કેવી અસર થાય છે! અસંખ્ય વર્ષ પછી જ્યારે તીર્થંકરનો આત્મા છેલ્લા તીર્થંકરના ભવમાં માતાના ગર્ભમાં આવે છે ત્યારે જગતના અનંત જીવોને આનંદ અને સુખનો અનુભવ થાય છે. નરકગતિમાં પણ અજવાળાં પથરાય છે. વનસ્પતિકાય, પૃથ્વીકાય, પાણીના જ્વો, વાયુના જ્વો, અગ્નિના જીવોને પણ સુખનો અનુભવ થાય છે. એક આત્માના મૈત્રીના સર્વોત્તમ પરિણામો સમગ્ર જગતના જીવોને સુખનો અનુભવ કરાવી શકે છે. ભગવાનનો જન્મ સમય, દીક્ષા સમય, કેવળજ્ઞાન સમય, નિર્વાણ સમય પણ જગતના જીવોને આનંદનો અનુભવ કરાવે છે. ભગવાન જ્યારે કેવળજ્ઞાન થયા પછી વિહાર કરે છે ત્યારે જગતના ઉદ્ધારક મહાપ્રભુને આવકારવા, અવ્યકત લાગણીવાળા વૃક્ષો પણ નમે છે. છયે ઋતુનાં ફળ-ફૂલથી વનરાજી લચી પડે છે. કાંટા પણ ઊંધા થઈ જાય છે અને પવન અનુકૂળ વાય છે. એક જીવના મૈત્રી ભાવથી વિશ્વ ઉપર શું અસર થાય છે તેનો આ અસાધારણ નમૂનો છે. અરે, તીર્થંકર ભગવાનનો ત્રીજા ભવમાં કરેલો સંકલ્પ ‘જો હોવે મુજ શકિત ઈસી, સિવ જીવ કરૂં શાસન ૨સી' પૂર્ણ કરવા માટે આખું જગત પ્રવૃત્ત થાય છે. પ્રાતિહાર્યો અને અતિશયોની દિવ્ય લક્ષ્મી પ્રભુના ચરણની સેવા માટે તત્પર બને છે. મૈત્રીની પરાકાષ્ઠા અને સંકલ્પ શકિતના આશ્ચર્યજનક પરિણામોનો આ એક જ નમૂનો આપણા માટે પૂરતો છે. ઘણાં દૃષ્ટાંતોથી શું? તીર્થંકર ભગવાનનું એક દૃષ્ટાંત જ આપણી ચેતનાની શકિતઓને જાગ્રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy