________________
૪૩
અને જેના પ્રત્યે આપણે આવા પ્રતિકૂળ ભાવો રાખીએ તેને પણ નુકશાન પહોંચાડે છે. માટે વિચારની ધારાને મૈત્રી, પ્રેમ, કરુણા, વાત્સલ્ય, દયાની દિશામાં વિકસિત કરવી જરૂરી છે. આ રીતે આપણે વિચારોને સાચી દિશામાં વળાંક આપવાનો છે.
ભગવાન પાર્શ્વનાથ સ્વામીના પૂર્વ ભવો જોઈએ તો જણાશે કે મરૂભૂતિ અને કમઠના ભાવમાં શરૂ થયેલ કમઠના આત્મામાં અમૈત્રી, દ્વેષ અને વૈરનો અનુબંધ (પરંપરા) દશ ભવ સુધી ચાલ્યો...... છઠ્ઠા ભવે ભગવાન પાર્શ્વનાથનો મરૂભૂતિનો આત્મા દેવલોકનું આયુષ્ય પૂરું કરીને રાજકુમાર બની દીક્ષા લઈ ધ્યાનમાં ઊભા છે. તે જ જંગલમાં કમઠનો જીવે નારકી ગતિનું આયુષ્ય પૂરું કરીને ભીલરૂપે જન્મે છે. અસંખ્ય વર્ષો સુધી કમઠના આત્મામાં વૈરના સંસ્કારો ચાલુ રહ્યો જેથી અસંખ્ય વરસ પછી પાર્શ્વનાથ ભગવાનને આત્માનો છઠ્ઠા ભવે જ્યારે મેળાપ થાય છે ત્યારે પેલા વૈરના સંસ્કારો જાગૃત થાય છે અને કમઠનો જીવ મુનિવર રૂપે ધ્યાનસ્થ પાર્શ્વનાથ સ્વામીના આત્માનો ફરી ઘાતક બની નરકમાં જાય છે. પાર્શ્વનાથ સ્વામીનો આત્મા સમતામાં રમી, દેવલોકમાં જાય છે. આવાં અનેક દૃષ્ટાંતો સમરાદિત્ય કેવલી ચરિત્ર આદિ ગ્રંથોમાં જોવા મળે છે. ભગવાન મહાવીર સ્વામીના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ગરમ સીસું રેડયું, ભગવાન મહાવીરના તીર્થંકરના ભવમાં, શવ્યાપાલકમાં તે વૈર-સંસ્કાર ભગવાનને જોતાં જ જાગૃત થયા.
આપણે કાંઈ પણ એવું ન વિચારવું કે આપણા મનમાં ગમે તેવા વિચાર કરીશું તો કોણ જોવા આવવાનું છે? બહારથી દંભપૂર્વક સારો વ્યવહાર દેખાડીને અંદરથી દ્વેષ, ઈર્ષા, તેજોદ્વેષ, અમૈત્રી, ધિકકારની લાગણી રાખવાથી ભયંકર નુકશાન થાય છે, મનમાં જે વિચારીએ છીએ તે બધું જ અંદર ટેપ (Tape) થાય છે. અસંખ્ય વર્ષ સુધી તે ટેપ થયેલું અંદર સંસ્કાર રૂપે રહે છે અને ગમે ત્યારે તે ઉદયમાં આવે છે. આવા નુકશાન કરનારા વિચારો આપણે
ક્યાં સુધી કરીશું? આવા દંભથી આપણને શું મળવાનું છે? આપણે અહંભાવ પોષવાનું અને કષાયોની લાગણીને વિકસિત કરવાનું ક્યારે બંધ કરવું છે?
બીજી બાજુ જરા વિચારો કે - પ્રાણીમાત્રના કલ્યાણભાવની પરાકાષ્ઠાએ પહોંચનાર આત્મા ત્રીજે ભવે તીર્થંકરપદની લક્ષ્મીનો માલિક બને છે. તીર્થંકર ભગવાનનો આત્મા છેલ્લાથી પૂર્વના ત્રીજા ભવે સમ્યગુદર્શનની અસાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org