________________
T
]
મૈત્રીભાવનાનું જીવંત
સ્વરૂપ : પંચાલજી મહારાજ
0000
જેના હૈયે સર્વનું હિત છે.
“શિવમસ્તુ સર્વ જગત” જેમના ઉપદેશનો મર્મ છે “સવિ જીવ કરૂં શાસન રસી” જેમનો જીવનમંત્ર છે “ગુણાનુરાગની પરાકાષ્ઠા” – જેમનું જીવન છે કોઈનો અવર્ણવાદ કહીને તેમણે મુખને કદી મલીન થવા દીધું નથી.
વિરોધને પણ જેમણે વિનયનું રૂપાંતર આપ્યું. વાતાવરણને વાત્સલ્યથી ભરી દીધું. પ્રેમની જીવતી જાગતી પ્રતિમા એટલે પંન્યાસજી મહારાજ.
પૂ. ગુરુમહારાજના વકતવ્યમાં જીવ માત્રના કલ્યાણની ભાવના વારંવાર આવે, પરમાત્માની કરુણાના પાત્ર જગતના જીવો પ્રત્યે ઔચિત્ય, મૈત્રી આદિ ભાવોનું વિશેષ સ્વરૂપ વારંવાર બતાવતા, તેમના દરેક વકતવ્યમાં જીવ માત્રના કલ્યાણની વાત નિરંતર આવતી, સાધનામાં મૈત્રી આદિ ભાવોને જોડવા માટે પ્રેરણાદાયી પ્રવચન ચાલુ જ રહેતું. તેનું ટૂંકુ જીવંત સ્વરૂપ આ પ્રમાણે છે :
પરસ્પરોપપ્રદ નીવાના” - એક જીવને બીજા જીવ સાથે સંબંધ છે. જ્યારે કોઈ જીવ પ્રત્યે આપણે પ્રતિકૂળ મનોભાવ રાખીએ છીએ ત્યારે નિગ્રહ થાય છે. અનુકૂળ મનોભાવ રાખીએ છીએ તો અનુગ્રહ (ઉપકાર) થાય છે. એક કીડીને મારવાનો પરિણામ નરકગતિનું કારણ બને છે અને એક કીડીને બચાવવાનો વિચાર સ્વર્ગાદિગતિનું કારણ બને છે.
વિશ્વના સમગ્ર જીવો સાથે આપણો સંબંધ સૂચવનાર પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજનું તત્ત્વાર્થસૂત્ર ગ્રંથનું આ મહાન સૂત્ર આપણા જીવન - પ્રવાહને તથા વિચારતંત્રને દિવ્ય માર્ગદર્શન આપે છે. આપણામાં રહેલા ધિકકાર, ઈર્ષા અસૂયા, દ્વેષ, અમૈત્રી - વૈર આદિ ભાવો આપણને ભયંકર નુકશાન કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org