SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ગુરુમહારાજે કહ્યું : “તમારા વિચારો બદલી નાંખો. તમે એવું વિચારો કે ભવિષ્યમાં કોઈ મોટું સુકૃત (સારું કાર્યો કરવાનું હશે ત્યારે કામ આવે તે માટે આ વસ્તુ ઘરમાં રાખી છે. અવસરે તેનો સદુપયોગ કરીશ.” પેલા ભાઈને આ વાત ગમી ગઈ. પોતાના વિચારો બદલી નાંખ્યા. તે પછી તેમના જીવનમાં સુકૃતની પરંપરા શરૂ થઈ. ઘણાં સારા કામો તેમના હાથે થયાં. આ દૃષ્ટાન્ત આપણા જીવનમાં પ્રેરણા આપે છે. પોઝીટીવ વિચારો મનુષ્યને ઉન્નતિના શિખરે પહોંચાડે છે. બીજી એક બનેલી સત્ય ઘટના એક સત્ય બનેલી ઘટના છે. એક ભાઈએ વેપારમાં દશ-પંદર લાખ રૂપિયાનું નુકસાન કર્યું . ચેન નથી પડતું. રાત્રે ઊંઘ નથી આવતી. તે ભાઈ પૂજ્ય ગુરુમહારાજ પાસે આવ્યા અને વિનંતી કરે છે : “વેપારમાં બહુ નુકસાન થયું છે. રાત્રે ઊંઘ નથી આવતી. ચિંતાથી મન ઘેરાઈ ગયું છે.” તે વખતે ગુરુ મહારાજ કહે છે : “જેને તેં ગુમાવ્યું છે, તેને તું જોઈ રહ્યો છે. તારી પાસે જે છે, તેને પણ તું જો” . પેલો ભાઈ કહે છે : “મારી પાસે વેપારમાં બધું ખલાસ થઈ ગયું છે. નાનકડું ઘર અને થોડા પૈસા બચ્યા છે.” તે વખતે તેને સમજાવવા માટે ગુરુમહારાજ દષ્ટાંત આપે છે : “રણજીતસિંહ રાજા ઝરૂખામાં બેઠા છે. નીચે એક ભિખારી ભીખ માંગે છે. રણજીતસિંહનું ધ્યાન ભિખારીના કાલાવાલા જોઈને તેના તરફ ખેંચાયું. નીચે આવી રાજા પૂછે છે – “તારે શું જોઈએ છે' ? ભિખારી પૈસાની માગણી કરે છે. રાજા તે વખતે કહે છે : “મારી પાસે જે છે, તેનું અડધું હું તને આપું અને તારી પાસે જે છે, તેનું અડધું તું મને આપ.” ભિખારીએ શરત મંજૂર કરી. મનમાં મલકાય છે - “મારી પાસે ફૂટેલું વાસણ અને ફાટેલું વસ્ત્ર છે. હું તો રાજાનું અડધું રાજ્ય માંગી લઈશ” શરત મંજૂર થઈ ગઈ. રાજા ભિખારીને માંગવાનું કહે છે. ભિખારી અડધું રાજ્ય માંગે છે. હવે રાજા કહે છે “અડધું રાજ્ય આપવા તૈયાર છું. તારી પાસે બે આંખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy