________________
૨૧૯
૧. આજે પરમાત્માનું દર્શન થયું
હે ત્રિલોક ચૂડામણિ, શરણાગતવત્સલ, દયાના સમુદ્ર, અનાથના નાથ, અશરણના શરણ, પરમાત્મા ! આપના દર્શનથી આજે હું મહાન મહોદયને પામ્યો, આજે મારાં સર્વ પાપ નાશ પામી ગયાં, આજે સર્વ ચિંતાઓ પૂર્ણ થઇ ગઇ, આજે આનંદથી મારૂં હૃદય ઊભરાઇ ગયું, આજે હું આત્માના પ્રદેશે પ્રદેશે અમૃત વડે છંટાયો, આજે મહાન મહોદયને પ્રભુ આપના દર્શનથી પામ્યો. આજે મારાં સર્વ પ્રયોજન સિદ્ધ થઇ ગયાં. આજે સર્વ કાર્યની સિદ્ધિ થઇ ગઇ.
અનંતકાળથી મારેા જીવ પુદ્ગલ પદાર્થોમાંથી સુખ અને આનંદની પ્રાપ્તિ માટે દોડી રહ્યો છે. પ્રભુજીના આલંબને અનુભવ અમૃતનો આસ્વાદ થવાથી અનંતકાળની તૃષા છીપાઇ.
૨, અરિહંત પરમાત્મા નિજ રૂપના દાતા છે. પોતાના ભક્તને પોતાનું સ્વરૂપ દાનમાં આપે છે. સર્વ શ્રેષ્ઠ, સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ જો કોઇ દાન હોય તો આત્મ સ્વરૂપનું દાન છે.
આજે સમાધિ રસના ભંડાર પરમાત્માનું દર્શન થતાં અનંતકાળથી વિસરાઈ ગયેલું, આત્માનું શુદ્ધ સ્વરૂપ યાદ આવ્યું. પ્રભુનું દર્શન થવાથી મોટો લાભ એ થયો કે મારૂં સચ્ચિદાનંદ પૂર્ણ આત્મસ્વરૂપ મને યાદ આવ્યું. પરમાત્માના સમાધિરસથી પરિપૂર્ણ સ્વરૂપના દર્શનથી, પરમાત્માના જેવા જ મારા અંદર રહેલા આનંદમય સ્વરૂપનું ભાન થયું.
‘ હું આનંદનો પરમ ધામ, અનંત સુખનો નિધાન, અનંત શક્તિનો ભંડાર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો મહાસાગર આત્મા છું.’’ તેવી સભાનતા થઇ. જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સત્તાએ મારૂં છે તેવું ભાન થયું. આવું ભાન થવાથી આત્મા સિવાયના અન્ય પદાર્થોમાં વૃત્તિઓનું ખેંચાણ જે વિભાવ દશામાં છે – તેમાંથી મન પાછું ફર્યું અને આત્માનું શુદ્ધ ચૈતન્ય પ્રગટ કરવાનો જે દિવ્ય માર્ગ-સમ્યજ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્રની આરાધના, તે દિશામાં પ્રવર્તન શરૂ થયું.
આજે મને અનંત લાભ થયો. પ્રભુજીએ આપેલું દાન ગ્રહણ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org