SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ જેનું માનસ ઉન્નત છે, જેના મનમાં પરમાત્મા છે, જેના મનમાં જગતના જીવમાત્રના કલ્યાણનો ભાવ છે, તેનું ભાગ્ય અતિ ઉજ્જવળ બની જાય છે. આપણા ભાવીનું સર્જન કરનાર પહેલું તત્ત્વ મનમાં ઘૂંટાતા વિચારો છે. વિચારો જેટલા ઘટ્ટ હોય તેટલા જલ્દી ભૌક્તિક રૂપે પ્રગટ થાય છે. આપણા ભાવીનું સર્જન કરનારું બીજું તત્ત્વ છે સર્જનાત્મક દર્શન. (Creative Visualization) કલ્પના શક્તિ મનુષ્યને મળેલી અદ્ભૂત શક્તિ છે. સંકલ્પને જ્ઞાની પુરૂષો કલ્પવૃક્ષ કહે છે. કલ્પનામાં થતું દર્શન ભાવીનું સર્જન કરે છે. વિચારોમાંથી આકૃતિઓ ઉત્પન્ન થાય છે. આકૃતિઓમાંથી કલ્પના ચિત્રોનું સર્જન થાય છે. તમને જે જોઈએ છે અને જેવા બનવું છે તેવું કલ્પના ચિત્ર નજર સમક્ષ ઉપસ્થિત કરો. જે કલ્પના ચિત્રો ઉપસ્થિત કર્યા તે ચિત્રોનું સ્થિરતા પૂર્વક થોડીક મિનિટ ધ્યાન કરો. આ ધ્યાન દિવ્ય સર્જન કરે છે . આ આપણી સાધના છે. સાધના સમયે તમે જે દર્શન કરો છો તે વર્તમાનમાં દર્શન કરો છો. ભવિષ્યમાં આવું બનવાનું છે તે રીતે નહીં. વર્તમાનમાં બની રહ્યું છે તેમ જુઓ. Always Phrase this in the Present tense, not in the future. Every thing is created first on MANTEL PLAN (Ideal reality) and then it will Manifest in objective reality માટે પ્રયોગ રૂપે બનતી વસ્તુને વર્તમાનમાં નિહાળો.. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખો (Dearing Faith) પરમાત્મા ઉપરની શ્રદ્ધા આપણા સંકલ્પની પૂર્તિ માટે જળ સિંચનનું કાર્ય કરે છે. બીજા જન્મમાં મહાવિદેહ ક્ષેત્રમાં પરમાત્મા વિચરતા હોય તે ક્ષેત્રમાં આપણો જન્મ થાય, આઠમા વર્ષે પ્રભુ પાસે દીક્ષા થાય, પ્રભુ આજ્ઞા મુજબનું જીવન જીવી આપણું કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીએ- આવો આપણે સંકલ્પ કરીએ તો તે ફળીભૂત થાય? હા, જરૂર થાય. આયુષ્યનો બંધ પડી ગયો હોય તો ત્રીજા ભવે અને બંધ ન પડયો હોય તો આવતા ભવે સાક્ષાત્ પરમાત્મા પાસે આપણે પહોંચી શકીએ છીએ. પરમાત્મા પાસે દીક્ષા લઈ શકીએ અને મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. પરંતુ તે માટે આજથી જ કલ્પનાથી મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી ભગવાન પાસે જવું, તેમની દેશના સાંભળવી, તદનુરૂપ સમ્યગુ દર્શન - જ્ઞાન પામી ચારિત્ર અંગીકાર કરવું પ્રભુની આજ્ઞાને અનુરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy