________________
૧
આમુખ
-
પૂ.પં. ભદ્રંકરવિજયજીનું તમે દર્શન કરો ત્યારે એટલું તો જરૂર લાગે કે આ મહાપુરુષને શાસ્ત્રમાંથી આત્માનો અનુભવ શું છે તે સમજાયું છે. આત્માના અનુભવની વાત તે કરે છે. આત્માના અનુભવનો પ્રકાશ તેમની દિવ્ય વાણીમાં ચમકે છે.
પણ જ્યારે તેમની નિક્ટમાં આવો અને જ્યારે તમે તેમના હ્રદયની ભાષાને સમજો ત્યારે લાગે કે ``આ મદ્યપુરુષે અમૃત પીધું છે. અનુભવ દર્શન પીજીએ.........
આતમ જ્ઞાનકો
સરસ સુધારસ આત્માનુભવ રૂપ સુધારસ અમૃતનો આ મહાપુરુષ જીવનમાં આસ્વાદ કરે છે તેવું સમજાય. અનુભવની વાત અનુભવી જ સમજે છે.
આત્મ સાક્ષાત્કાર જીવનનું પરમ લક્ષ્યાંક છે એવો જેને ખ્યાલ નથી તે બાહ્ય ચમત્કાર જોવા યોગીઓ પાસે આવે છે. પોતાના દુ:ખમાં યોગીઓ રસ લે તે માટે આવે છે. પોતાના દુઃખના નિવારણ માટે આવે છે.
પોતે જ `અહંથી' ભરાયેલો હોય તેમાં યોગી જગ્યા વગર શું ભરે? જે સાંભળવાના બદલામાં સંભળાવવા આવતા હોય તેને શું મળે?
જે પોતાની જાતને શૂન્ય માને, અજ્ઞાની માનીને તત્ત્વ જિજ્ઞાસાથી આવે તેને પોતાના જીવન વિકાસ માટે પરમ તત્ત્વની પ્રાપ્તિની કળા સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે જ.
પૂ.પં. ભદ્રંકર વિજયજીનો પર્યાયવાચી શબ્દ છે- અનુભવનું ઊંડાણ. તેમની ચમકારા મારતી પ્રજ્ઞા તેમની પાસે આવનારને સંતોષ પમાડે. તેમની વાણીમાં અનુભવનો પરિમલ મહેંકે, હ્રદયમાંથી અનુભવજ્ઞાનનો રસ ઝરે.
શાસ્ત્રની તેમની વફાદારી અતિ અદ્ભુત! પોતે અનુભવ દ્વારા અને ચિંતનમાંથી જે રત્નો મેળવે તેના જ્યારે શાસ્ત્ર આધારો મળે ત્યારે તે તેનો સ્વીકાર કરે, અને ત્યારે જ પ્રાપ્ત થયેલાં રત્નોને મુમુક્ષુ પાસે પ્રકાશિત કરે. શાસ્ત્ર આધારે જ સત્યનો નિર્ણય કરતા.
પરમાત્મા પ્રત્યેનો પ્રેમ સદા તેમના હૃદયને ભીંજવે અને પરમાત્માના ધ્યાનમાં મળેલાં દિવ્ય રત્નો તે પ્રકાશિત કરે ત્યારે તેમની આંખોમાંથી તેજ નીકળે, મુખ ઉપર સ્મિત ફરકે, વાણીમાંથી અમૃત વરસે. સાંભળનારને પણ પરમાત્મા પ્રત્યે ભકિત પ્રગટે, પરમાત્મ પ્રાપ્તિ માટે તેની ચેતના ઉલ્લસિત બનીને પરમાત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org