________________
૨
પ્રેમમાં લીન બનતી આવું તો આપણે ઘણી વખત અનુભવ્યું છે.
તેઓ પ્રાણી માત્રના કલ્યાણની ભાવનાના મધુર રસનો નિરંતર આસ્વાદ કરતા. અને વિશ્વપ્રેમની વાત કરતા ત્યારે તેમની આંખોમાંથી સમગ્ર જીવ સૃષ્ટિને છલોછલ ભરી દેતો પ્રેમ પ્રવાહ નીકળતો અને તેમના દયાભીના કરુણાર્દ્ર હૃદયમાંથી નીકળતો તે પ્રેમપ્રવાહ મુમુક્ષુઓના હૃદયને ભેદી નાંખે, મુમુક્ષુઓના સ્વાર્થના કારમા વ્યાધિનો નાશ કરી નાંખે.
તેમણે સિદ્ધ કરેલો મંત્ર 'નમસ્કાર મંત્ર' ની વાત કરે ત્યારે જ્ઞાનગંગાનો પ્રવાહ તેમના હૃદયમાંથી નીકળીને મુમુક્ષઓને પવિત્ર કરી દેતો. અહંકારને નાશ કરવાનો મંત્ર નવકાર મંત્ર છે. અહંકાર શૂન્યતા તેમના જીવનનો મહાન સદ્ગુણ કોઇ વખત તે મર્મભેદી વાગ્બાણથી સાંભળનારના હૃદયને વીંધી નાખતા. સાંભળનારને વાગ્બાણ વાગે ત્યારે થોડી પીડા થાય, 'અહં'ના કોચલામાં પૂરાયેલાને આ વાગ્બાણ સહન કરવું જરા અઘરૂં લાગે પણ આ વાાણ ગુરુ પ્રસાદી સમજી, જેણે આવકાર્યું તેને નમસ્કારનો રસાસ્વાદ મળ્યો. તલવારનો ઝાટકો પડે ત્યારે લોહી નીકળે, તેમ પ્રત્યેક નમસ્કારે જીવની મોહનીયકર્મની પ્રકૃતિઓ ૫૨ ઘા પડે. જેમ જેમ નમસ્કાર ભાવનો ધારદાર ઘા મોહનીય કર્મ ઉપર પડે, તેમ તેમ મોહનીય કર્મ ઉપર ઘાની ઊંડાઈ વધે અને તેમાંથી આત્માના અનુભવનો પદ્મ રસ નીકળે. આપણા અહંકારને વીંધી નાખતા સદ્ગુરુની વાણીના ઘા સહન કરવાની શકિત જેણે કેળવી તે નમસ્કારભાવ દ્વારા પ્રગટ થતા અનુભવરસનો આસ્વાદ માણી શક્યા. 'અહં'નું કોચલું જેનું તૂટયું, તે ભીતરમાં બેઠેલા “અર્ધું” નો રસાસ્વાદ માણી શકયા.
તે હંમેશાં કહેતા કે પરમાત્મ તત્ત્વ અનુભવગમ્ય છે. અનુભવ સિવાય તે સમજાય નહિ. બુદ્ધિથી, શબ્દોથી અને તર્કથી જે પરમાત્મતત્ત્વ સમજવા આવે તેને પણ સમજાય તેવી તેમની વાત્સલ્યભરી મધુર વાણી હતી. પણ બુદ્ધિની કસરત કરી, ઉત્તર-પ્રત્યુત્તર કરીને માત્ર બુદ્ધિ અને શબ્દોથી જે સમજવા આવે તે કરુણાભાવવાળા સંતો,``કોઈક દિવસ તેને સમજાશે” તેવો કરુણાભાવ આપે.
પણ મન, બુદ્ધિ, તર્ક અને શબ્દથી પર પરમાત્માના અમૃતમય સ્વરૂપને જિજ્ઞાસાપૂર્વક ગ્રહણ કરવા જેણે પોતાના હૃદયને ગ્રહણશીલ બનાવ્યું, તેના હૃદયમાં પરમાત્મા બિરાજમાન થઈ ગયા. તેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. પ્રભુના મધુર રસનું તેન્દ્ર પાન કરવા મળ્યું.
સંસારનું પરિભ્રમણ કરતાં વને જ્યારે પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org