________________
થાય છે ત્યારે તેનો મોક્ષ માર્ગનો ઝડપથી વિકાસ થાય છે. જેને પોતાની જાત સિવાય બીજાનો વિચાર કરવામાં કષ્ટ પડે, તેને મૈત્રી પરિણમાવવી અઘરી પડે પણ ભગવાન એવા કૃપાળુ છે કે સંસાર પરિભ્રમણ કરતાં કરતાં તેને યોગ્ય સમયે પ્રભુ કૃપાથી મૈત્રીભાવ મોક્ષમાર્ગમાં અનિવાર્ય છે તેવું સમજાય છે ત્યારે તે મોક્ષ માર્ગના અધિકારી બને છે.
પ્રભુની કરુણાની વાસ્તવિકતા સમજાવતાં તે કહેતા -
પ્રભુની કરુણાને જે ઔપચારિક માને તેને ઔપચારિક જેટલો લાભ મળે. પ્રભુની કરુણા જેવું કોઈ તત્ત્વ નથી તેવું માને તેના માટે તો પ્રભુની કરુણા જેવું કોઈ તત્ત્વ નથી. પ્રભુની કરુણાને વાસ્તવિક સત્ય માનીને પોતાના હૃદયમાં જે મુમુક્ષુ કરુણાને ઝીલવા તત્પર રહે, તેના જીવનમાં પ્રભુની કરુણા સક્રિય રૂપે કાર્યશીલ થાય છે અને કાર્યશીલ બનેલ કરુણાના પ્રભાવે તે સામાન્ય મનુષ્યમાંથી મહામાનવ બને છે, વામનમાંથી વિરાટ બને છે.
શાસ્ત્રના ઊંડાણમાં જે જાય છે તેને શાસ્ત્રના પ્રણેતા પરમાત્માનો અધિક રસ અનુભવાય છે. જિન પ્રવચનનું અધ્યયન તેના પ્રણેતા અરિહંત પરમાત્માને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા માટે કરવાનું છે. એટલા માટે તો નવકારને ચૌદ પૂર્વનો સાર કહ્યો છે. ચૌદ પૂર્વનો સાર શુદ્ધ આત્મ ચૈતન્ય" છે. નવકારમાં શુદ્ધ આત્મચૈતન્યને નમસ્કાર કરવા દ્વારા, શુદ્ધ આત્મ ચૈતન્યનો સાધકને અનુભવ થાય છે. શાસ્ત્રના પરમાર્થ રૂપ આ ટંકશાળી અનુભવ વચન તેમની પાસેથી સાંભળીને ઘણા ઉત્તમ આત્માઓ નવકાર નિષ્ઠ બન્યા અને જીવન ધન્ય બનાવ્યું.
એકાન્ત વચન જિનશાસનને કદી માન્ય નથી, જિનવાણી નય સાપેક્ષ છે. વ્યવહાર અને નિશ્ચય એ એક રથનાં બે ચક્રો છે. બન્નેની ધરી ઉપર સાધનાનો રથ ચાલે છે. વલોણું કરતી વખતે એક દોરડું ખેંચવાનું અને બીજાને ઢીલું મૂકવાનુંતે રીતે જ વલોણું થાય. વ્યવહાર અને નિશ્ચય વલોણાંની બન્ને દોરી છે. કયા સમયે કયા નયને આગળ કરવો અને કયા નયને ઢીલો મૂકવો (ગૌણ કરવો). તે નિર્ણય દેવ-ગુરુ કૃપાથી જ થઈ શકે છે. વલોણું કરવા એક દોરી ખેંચે અને બીજીને ઢીલી મૂકવી પડે, પણ જો બીજી મૂકી દે તો પણ વલોણું થાય નહીં. એક નયને મુખ્ય કરીને દેશના અપાય, કારણ તે નયની વિવક્ષા છે, પણ બીજા નયથી સાપેક્ષ છે. કારણ કે જિનમતમાં એકાન્ત હોતો નથી.
વચન સાપેક્ષ વ્યવહાર સાચો કહ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org