SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ એક જ સ્થાન ઉપર બેસી આરાધના કરવી. બહારગામ જવાનું થાય ત્યારે બેસવાનું આસન સાથે રાખવું. પદ્માસને બેસી શકાય તે વધારે સારું છે, અગર અર્ધ પદ્માસને બેસવું, અગર સુખાસને પણ બેસી શકાય. હોઠ બંધ રાખવા. દાંત એકબીજાને અડાડવા નહિ. જીભ દાંતને અડે નહિ તે રીતે મુખમાં ઉપરના ભાગમાં ચીટકેલી રાખવી. દરેક ધ્યાન પ્રયોગમાં આ મુદ્રા રાખવાથી વિશેષ પ્રગતિ થશે. દિશા:- પૂર્વ અગર ઉત્તર સન્મુખ મુખ રાખીને આરાધના કરવી. જ્યારે જિનમંદિરમાં આરાધના કરતા હોઇએ ત્યારે ભગવાનની સન્મુખ બેસીને કરવી. ત્યાં દિશાની ગણતા છે. માળા - સફેદ સુતર અગર સ્ફટિકની રાખવી. જે માળા નવકાર ગણવા માટે રાખી હોય તેનાથી બીજો મંત્ર જપવો નહી. માળા વડે થોડા દિવસો જાપ કર્યા પછી નંદ્યાવર્ત શંખાવર્તથી મંત્ર ગણવાનો અભ્યાસ પાડવો. નંદ્યાવર્તથી ૧૨ ની સંખ્યા જમણા હાથ ઉપર ગણવી. અને શંખાવર્તથી ડાબા હાથ ઉપર નવની સંખ્યા ગણવી. આ રીતે ૧૨- ની સંખ્યા નવ વખત ગણવાથી ૧૦૮ થશે. ડાબા હાથે શંખાવર્ત જમણા હાથે નંદ્યાવર્ત ૩ ૪ ૫ ૦ ૩ ૪ ૫ ૧૨ ૨ ૯ ૬ ૦ ૨ ૭ ૬ ૧૧ ૧ ૮ ૭ ૦ ૧ ૮ ૯ ૧૦ સંખ્યા :- ઓછામાં ઓછી ૧૦૮ની સંખ્યા નવકારના જાપ માટે નિયમિત રાખવી. અનુકૂળતા હોય તો વધુ સંખ્યાનો સંકલ્પ રાખવો. સમય :- નિશ્ચિત સમયે આરાધના કરવી. બને ત્યાં સુધી દરરોજની આરાધનાનો સમય એક જ રાખવો. સૂર્યોદય પહેલાંની છ ઘડી અને ત્રણ સંધ્યા શ્રેષ્ઠ સમય ગણાય. - ત્રિસંધ્યા આ પ્રમાણે (૧) સૂર્યના ઉદય પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૨) મધ્યાહ્ન પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (૩) સૂર્યાસ્ત પહેલાંની એક ઘડી અને પછીની એક ઘડી. (એક ઘડી એટલે ૨૪ મિનિટ સમજવી.) અગર સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ અને સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ. મધ્યાન્ને ઉપર મુજબ પણ લઈ શકાય. સવારનો સમય વધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy