SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ vo આ પ્રમાણે સાધનામાં વિકાસ માટે પૂ. ગુરુભગવંત પ્રેરણા આપતા અને પ્રયોગાત્મક સાધના પણ તેમની કૃપા અને પ્રેરણાથી ગોઠવાઈ જતી. આરાધના કેમ ચાલે છે તેમ અવારનવાર પૂછતા અને ચાલુ આરાધનામાં યોગ્ય ફેરફારો સૂચવી, દિવ્ય પ્રેરણા આપતા જ રહેતા. એક વખત આત્મદર્શનના વિષયમાં સાધના કેવી ચાલે છે તેવું પૂછતાં સાધક સાધનાનો અનુભવ કહે છે : (પૂ. ગુરુમહારાજ એક દિવ્ય શ્રોતા પણ હતા. સાંભળે બધું, પણ મૌન રહે. તેમનું મૌન એ પ્રવચનની વિશિષ્ટ શૈલી હતી. થોડું ઉમેરીને પ્રેરણા રૂપ બની રહે. આ તેમનો મહાન ગુણ હતો.) સાધક પરમાત્માને પ્રાર્થના કરે છે ઃ ‘હે કરુણા સાગર! શુદ્ધ આત્મચૈતન્યને પ્રાપ્ત થયેલા પરમાત્મા! આત્મસ્વરૂપના દર્શન વગર હવે ચેન પડતું નથી. આત્મદર્શનની તીવ્ર ઝંખના છે.’ તે વખતે પરમાત્માના અંગે અંગમાંથી દિવ્ય પ્રકાશ (સૂર્યના બીંબ જેવો) નીકળે છે. તે સાધકના શરીરને ભેદીને પસાર થાય છે. (જેવી રીતે X-Ray લેવામાં આવે, ત્યારે તેમાં ચામડી, માંસ, લોહીનો ફોટો આવતો નથી. ફક્ત હાડકાંનો ફોટો આવે છે) તેવી રીતે પ્રભુમાંથી નીકળતા પ્રકાશમાં શરીર અથવા કર્મનો ફોટો આવતો નથી, ફક્ત આત્મા જ દેખાય છે - દેહથી ભિન્ન આત્મા જ દેખાય છે. જિનવાણીના ભાવો સંભળાય છે - “જેવું મારૂં શુદ્ધ ચૈતન્ય છે તેવું જ સત્તાએ તારૂં શુદ્ધ સ્વરૂપ છે. અનંત જ્ઞાન, અવ્યાબાધ સુખ, અનર્ગળ આનંદ, અચિત્ત્વ શકિત અને અનંત ગુણોથી પૂર્ણ તારૂં સત્તાએ સ્વરૂપ છે. આ પ્રકાશમાં તારૂં પૂર્ણ રૂપ નિહાળ!” સાધક સત્ ચિદ્ આનંદ સ્વરૂપ નિજ આત્માને નિહાળવા પ્રયત્ન કરે છે. ઉપરનો પ્રયોગ છેવટે આત્મસ્વરૂપનો અનુભવ પૂજ્ય ગુરુમહારાજ : કરાવશે. દૃઢ મનોબળ પૂર્વક અને સંકલ્પશકિતના વિકાસપૂર્વક પ્રયત્ન કરવો. આ જન્મમાં જ આત્મસ્વરૂપનો અનુભવ કરવો જ છે તેવો દૃઢ સંકલ્પ રાખવો. તે માટે સર્વ પ્રયત્ન કરવા. નવપદનું ધ્યાન વિશેષ પ્રકારે કરવું. સિદ્ધચક્રનું પૂજન કરવું. શાસ્ત્ર અધ્યયન વધારવું. “ૐૐ અર્હ પ્રસીદ ભગવન્ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy