SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ મયિ” આ મંત્રની એક માળા રોજ ગણવી. અત્યારે જે સાધના ચાલે છે તે “હે ભગવાન! મારા ઉપર પ્રસન્ન થાઓ” તેની છે. આગળ જતાં “પ્રભુ! મારી અંદર આવીને પ્રસન્ન થાઓ' તેવી સાધના થશે અને છેવટે “પ્રભુ! તમે મારી સાથે એકમેક મળીને પ્રસન્ન થાઓ” તેની સાધના થશે. સમય આગળ ચાલતો ગયો. પૂ. ગુરુમહારાજ નિત્ય, નવી પ્રેરણા આપે છે, અને પ્રયોગાત્મક રીતે સાધનાને આગળ ચલાવવા ઉપદેશ આપે છે : શ્રી નવકારનું આરાધન કમળબંધી જાપ પૂર્વક કરવું. કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં પદસ્થ ધ્યાનનું વર્ણન કરતાં જણાવે છે - तथा पुण्यतमं मन्त्रं, जगत्रितयपावनम् । योगी पंचपरमेष्ठि - नमस्कारं विचिन्तयेत् ।। १ ।। - ત્રણ જગતને પવિત્ર કરનાર અને અત્યંત પવિત્ર એવા પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રને સાધકે વિશેષ પ્રકારે ચિંતવવો. . अष्टपत्रे सिताम्भोजे, कर्णिकायां कृतस्थितिम् । आधं सप्ताक्षरं मन्त्रं, पवित्रं चिन्तयेत् ततः ॥ २ ॥ सिद्धादिकचतुष्कं च, दिपत्रेषु यथाक्रमम् । चुलापादचतुष्कं च, विदिक्पत्रेषु चिन्तयेत् ।। ३ ।। - આઠ પાંખડીનું શ્વેત કમળ ચિંતવવું. તે કમળની કર્ણિકામાં એટલે મધ્ય ભાગમાં, સાત અક્ષરવાળા પહેલા પવિત્ર મંત્ર “નમો અરિહંતાણં' ને ચિંતવવો, પછી સિદ્ધાદિક ચાર મંત્રોને દિશાઓનાં પત્રોમાં અનુક્રમે ચિંતવવા અને ચૂલિકાના ચાર પદોને વિદિશાના પત્રોમાં ચિંતવવાં. શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવા માટે કર્ણિકા સહિત અષ્ટદલ કમલમાં શ્રી નમસ્કાર મહામંત્રના નવપદોની સ્થાપના કરવી. પિંડ અને પદસ્થ ધ્યાન આકૃતિ અને રંગના ખ્યાલ વિના થઈ શકતું નથી, એટલે અક્ષરો બને તેટલા સુંદર અને મરોડદાર કલ્પવા અને પરમેષ્ઠિઓના વર્ણ પ્રમાણે તેનું ધ્યાન ધરવું. અર્થાત્ નમો રિહંતાઈ'પદમાં ચંદ્રની જ્યોત્ના સમાન શ્વેત . વર્ણોને ચિંતવવા. “નમો સિદ્ધાર્થ પદમાં અરુણની પ્રભા સમાન રકત (લાલ) વર્ણોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy