SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ उत्पाद व्यय ध्रौव्य युक्तं सत् ।। સત્=સત્તા સત્તાગત અનંત પરમાણુ અને અનંત જીવ સર્વ પરિણમનશીલ છે. ઉત્પાદ અને વ્યય સમયે સમયે સર્વમાં ચાલી રહે છે. પર્યાયનું પ્રત્યેક વહેણ સતત ચાલુ છે. ત્રણે કાળના જેટલો સમય તેટલા પ્રત્યેક દ્રવ્યના પર્યાય છે. આ પરિઘમાં ધૂમી રહેલી ચેતના જયારે પરિધમાંથી કેન્દ્રમાં એટલે ઉત્પાદ વ્યયમાંથી દ્રવ્યમાં, પર્યાયમાંથી દ્રવ્યમાં સ્થિર બને છે, ઉપયોગ પર્યાયમાંથી દ્રવ્યમાં, ઉત્પાદ વ્યયમાંથી ધ્રૌવ્યમાં સ્થિર બને છે, ત્યારે સ્વરૂપ અવસ્થાન બનીને-સ્વમાં જીવવું, સ્વમાં પરિણમવું, સ્વમાં રમવું, મુકત જીવવું, બીજાને મુકત જીવવા દેવાઆવા સ્વ-ભાવમાં સ્થિર બની, મુકત જીવનને મુકિતનો આનંદ અનુભવે છે, ભોગવે છે. ગુરુ-શિષ્ય (ગુરુ મહારાજ અને સાધકોની આ વાર્તાનો અંત સિધ્ધશિલા ઉપર અનંત સિધ્ધ ભગવંતો સાથે જ્યોતિમાં જ્યોતિ મળે ત્યારે આવશે. જ આપણું લક્ષ્યાંક છે તે પૂર્ણ થશે ત્યારે આપણે સૌ સિધ્ધશિલા ઉપર જ્યોતિ રૂપે મળીશું. મિત્રો ! આવજો ત્યારે... આપણા સર્વના ભૂત-વર્તમાન અને ભાવિની લીટી એના બન્ને છેડા મળીને જ્યારે વર્તુળાકાર બનશે ત્યારે આપણો મેળાપ સાદિ અનંત ભાંગે અવશ્ય થશે. પર્યાયથી આપણે છૂટા પડીએ છીએ, પણ દ્રવ્ય રૂપે આપણું અભેદ મીલન અવશ્ય થવાનું છે. ઉત્પન્ન થવું, વ્યય થવો, સ્થિર રહેવું-આ ત્રણે એક ક્ષણે સાથે જ છે. વસ્તુના ઊંડાણમાં જતાં ઉત્પાદ વખતે રાગ થતો નથી; કારણ વ્યય તે સમયે જ છે. વ્યય થાય ત્યારે દ્વેષ થતો નથી. કારણ કે તે સમયે ઉત્પાદ પણ છે. વસા સ્થિર છે. તેવે સમયે મોહ થાય છે, પણ સ્થિર છે તે સમયે ઉત્પાદ અને વ્યય પણ છે, તેથી મોહ થતો નથી. વિશ્વ સ્વભાવનું આ સત્ય જ્યારે જીવનમાં જીવવામાં આવે છે ત્યારે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુકતમ્ સત્ - આ સત્ય બતાવનાર પ્રભુ મહાવીરને કોટિ કોટિ નમસ્કાર કર્યા વગર રહી શકાતું નથી. માટે મુમુક્ષુ વાચક મિત્રો ! આપણે સૌ પરમાત્માના ચરણમાં કોટિ કોટિ નમસ્કાર કરીએ. ગોતમસ્વામી આદિ સર્વ ગુરુ ભગવંતોને કોટિ કોટિ વંદન કરીએ. આવજો ત્યારે.. સિધ્ધશિલા ઉપર અવશ્ય મળીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy