________________
૨૮૩
ઉપસંહાર - સાધક પ્રભુ! મારે કયાં રહેવું ? (પૂછવાનો આશય એ છે કે નવસારી કડી, મુંબઈ અમદાવાદ કે અન્યત્ર કયાં રહેવું ?)
ગુરુમહારાજ- “આત્મામાં રહેવું” “આત્મામાં કેવી રીતે રહેવાય ?”
“સ્વ-દ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાળ અને સ્વભાવમાં રહેવાથી આત્મામાં રહી શકાય.”
(૧) સ્વ આત્મ દ્રવ્ય જે અવ્યાબાધ સુખ અને આનંદનો ભંડાર છે. અચિન્ત શકિતનો મહાસાગર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનું નિધાન સ્વ આત્મ દ્રવ્ય છે. તેમાં ઉપયોગ સ્થિર કરવો તે સ્વ- દ્રવ્યમાં રહેવું તે છે.
(૨) જે આકાશ પ્રદેશોમાં આપણો આત્મા છે તે અવગાહનામાં રહેલા આત્મપ્રદેશોમાં ઉપયોગ સ્થિર કરવો તે સ્વ-ક્ષેત્રમાં રહેવું તે છે.
(૩) ભૂત અને ભાવિના વિચારો છોડીને વર્તમાન સમયમાં રહેવું તે સ્વ-સમયમાં રહેવું તે છે.
(૪) આત્મભાવ એટલે સ્વ-ભાવમાં રહેવું તે છે.
“ભૂ ધાતુ છે. તેમાંથી ભાવ થાય છે. સ્વ-ભાવ એટલે આત્મભાવમાં રહેવું. પોતાના અસ્તિત્વમાં રહેવું.
સાધક-આપની વાત અતિ અદ્ભુત છે. વિશેષ સમજવા જિજ્ઞાસા છે.
ગુરુમહારાજ-હું આત્મા છું” તેવી સભાનતા રૂપ સમ્યમ્ જ્ઞાન, આત્મ સ્વરૂપ સંવેદન, અનુભવરૂપ સમ્યગુ દર્શન, આત્મારૂપે જીવવું, આત્મામાં રમણતા રૂપ ચારિત્ર- આ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જીવન બનાવવું.
આત્મા સદા મુકત છે. મુકત રહેવાનું છે. મુકત જીવવાનું છે. આત્મારૂપે જીવવાનું છે.
સાધક- રાગ-દ્વેષ અને મોહનું બંધન છે તેનું શું ?
ગુરુમહારાજ- ગાયના ગળામાં દોરડું બાંધ્યું છે. ખરેખર તો દોરડાથી જ દોરડાની ગાંઠ બાંધી છે, ગાયને બાંધી નથી. કારણકે આવા બંધન સમયે પણ આ ગાય તીર્થંકર પ્રભુના અનુગ્રહનું પાત્ર બને અને પ્રભુ તેને સમ્યગુ દર્શનમાં સ્થિર કરે ત્યારે ગાય વહેવારથી દોરડાના બંધનમાં કહેવાય; પણ સમ્યગુ દર્શનના અનુભવ સમયે સ્વ આત્મામાં તે સ્થિર બને છે. દોરડું તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org