SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ધ્ધયાકાર રૂપે પરિણમે છે, ધ્યાતા જ્યારે ધ્યેયમાં તદાકારરૂપે તન્મય તદ્રુપ બને છે, ત્યારે ધ્યાતા અને ધ્યેય વચ્ચેના ભેદનો છેદ થઈ, ધ્યાતા પોતે જ આગમથી ભાવ નિક્ષેપે પરમાત્મ રૂપ થાય છે. જેવી રીતે દૂધમાં સાકર નાખીએ છીએ અને તે દૂધમાં એકમેક થઈ જાય છે, તે રીતે “ખીર-નીર પેરે તુમશું મિલશું.” એટલે કે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા ! આપના આવા અભેદ મીલન દ્વારા અમે પણ હેજે હળશું. એટલે પરમાનંદનો અનુભવ કરીશું. અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ આપનું અભેદ મીલન તે જ આત્મસાક્ષાત્કાર એટલે આત્મસ્વરૂપના અનુભવની પ્રક્રિયા. આવા આત્મ અનુભવની પ્રક્રિયા, આપણા મહાપુરુષોએ રચેલાં પ્રભુ સ્તુતિ - સ્તવનોમાં વારંવાર આપણે જોઈએ છીએ. અનુભવરસનું અમૃત મહાપુરુષોએ ચાખ્યું છે, અને અર્થી આત્માઓને અનુભવ અમૃત ચખાડવા સ્તવનોમાં તેનો માર્ગ બતાવ્યો છે. તેના થોડા ઉદાહરણો આપણે જોઈએ. “ખીર નીર પેરે તુમશું મિલશું” આ પંકિતના પ્રેમરસના મધુરભાવો આ લેખમાં બતાવ્યા છે. “તું ગતિ, તું મતિ, તું મુજ પ્રીતમ, જીવજીવન આધાર; રાતદિવસ સ્વપ્નાંતર માંહિ, તું મહારે નિરધાર.” રંગે મીલિયે તેહશું (પ્રભુશું), એહ મણુએ જન્મનો લાહોજી તે દિન સવિ એળે ગયા, જિહાં પ્રભુશું ગોઠ ન બાંધી. “સીમંધર સીમંધર હૃદયમાં ધરતી, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતી, આવા વિયોગના દુ:ખ મારા કહેજો ચાંદલિયા સીમંધર તેડા મોકલે. (વીર વિજય કૃત સિમંધર સ્વામિનું સ્તવન). આ સ્તવનમાં પ્રિયતમા રૂપે ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે અને પ્રિયતમના વિયોગના દુઃખનો સંદેશો ચંદ્ર દ્વારા કહેવડાવે છે. હવે વિયોગનું દુઃખ સહન થતું નથી. માટે હે “પ્રાણેશ્વર ! તેડાં મોકલો.” મને તમારી પાસે બોલાવી લો. પ્રિયતમ અરિહંત પ્રભુ છે, પ્રિયતમા તે સાધક છે. પ્રેમ શબ્દનો અર્થ શબ્દકોશમાં નહિ મળે. પ્રેમનો અર્થ તીર્થંકરોના દર્શનથી સમજાય છે. તીર્થકરોના અભેદ ધ્યાનથી પ્રેમ શું છે તે અનુભવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy