SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ હોય છે. નિજ ગુણના ભોગમાં અનંતવીર્ય ગુણ સહકારી બને છે, તેથી અનંત આસ્વાદપૂર્વક નિજ ગુણનો ભોગ શુદ્ધ આત્મામાં હોય છે. વળી તેમાં ચારિત્રગુણ સહકારી બને છે. ચારિત્રનું કાર્ય રમણતા કરવાનું હોય છે. તેથી અનંત રમણતા પૂર્વક, અનંત આસ્વાદ પૂર્વક, અનંત ગુણોના, અનંત ભોગના પરમાનંદનું અનંત સુખ પરમાત્મામાં પૂર્ણપણે અવ્યાબાધપણે રહેલું છે. આવા પરમાનંદ સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સુખમય સ્વરૂપ જોઇને આપણને આપણી અંદર પરમાત્મા જેવા જ આત્મસ્વરૂપનું ભાન થાય છે, અને તેવા સ્વરૂપની પ્રાપ્તિ અને અનુભવની તીવ્ર ઝંખના થાય છે. શુદ્ધ આત્માના અનંત આનંદમય સ્વરૂપનો અનુભવ અને પ્રાપ્તિ કરવાની ઝંખના થતાં તીવ્ર સંવેગ ભાવે સમ્યગ્દર્શન સ્પર્શે છે, તે વખતે એક જ ઝંખના રહે છે. ત્યાગીને સવિ પ૨પરિણતિ રસરીઝ જો, જાગી છે નિજ આત્મ અનુભવ' ઇષ્ટતા જો, (શ્રી દેવચંદ્રજી કૃત નમિનાથ ભગવાનનું સ્તવન) આત્મઅનુભવ એ જ પરમ ઇષ્ટ-પ્રાપ્તવ્ય લાગે છે, અને વિભાવ ઉપાધિથી મન પાછું ફરે છે. આત્મસ્વરૂપની અનુભવ પ્રાપ્તિના માર્ગે પ્રયાણ શરૂ થાય છે. અને તે આપણા લક્ષ્યબિન્દુને સિદ્ધ કરવા માટે પ્રભુ મહાવીરસ્વામીએ આ રીતે નવપદનું ધ્યાન અને આરાધના બતાવી છે. પ્રભુ મહાવીરની દેશનાની આ પંકિતઓ આયંબિલની ઓળીમાં પ્રદક્ષિણા, ખમાસમણામાં સર્વત્ર ગાવામાં આવે છે. આપણા પૂર્વાચાર્યો અને તેમાં વિશેષ રીતે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ આવી નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ જેવી ગંભીર વસ્તુ ખમાસમણાં અને પ્રદક્ષિણામાં ગોઠવીને શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે. હજારો, લાખો, કરોડો વખત પ્રભુ મહાવીરની દેશનાના આ દુહા જૈનસંઘમાં ગવાઈ રહ્યા છે. તેનો મર્મ જ્યારે આપણી સમજમાં આવે ત્યારે આપણી સાધનામાં પરમાત્માનો દિવ્ય પ્રકાશ પથરાય છે. આયંબિલની ઓળીમાં થતી ક્રિયા કેટલી અદ્ભુત અને મહત્ત્વની છે, તે હવે આપણને સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy