________________
ભેદજ્ઞાન-દેહાદિથી ભિન્ન મારો આત્મા અનંત જ્ઞાનાદિગુણ - પર્યાયમય છે.
દેહ વિનાશી છે, હું શાશ્વત્ અવિનાશી શુદ્ધ આત્મા છું. આ ભાવને સ્થિર બનાવવામાં ઉકત સૂત્ર માર્મિક પ્રેરણા આપે છે. (૨) પરસ્પરોપગ્રહો નીવાનામ્(તસ્વાર્થ સૂત્ર)
ઉપગ્રહ (અર્થાત્ ઉપકાર કે અપકારમાં પરસ્પર નિમિત્તરૂપ બનવાનો સ્વભાવ) જીવનું બહિરંગ લક્ષણ છે. ઉપગ્રહ દ્વારા એક જીવ બીજા જીવના હિત કે અહિતમાં નિમિત્તરૂપ બને છે. આ સુત્ર જીવોને પરસ્પર શત્રુતા આદિના દુષ્ટ સંબંધોને છોડી મૈત્રી આદિના ઉત્તમ સંબંધ કરી આત્મતુલ્ય ભાવ કેળવવા માટે પ્રેરણા આપે છે.
ઉપગ્રહ એ સંબંધદર્શક લક્ષણ છે, અને તે સર્વ જીવો સાથે મધુર-પ્રેમમય સંબંધ રાખવાની પ્રેરણા આપે છે. આધ્યાત્મિક ચાર માતાઓ :
(૧) વર્ણમાતા - અ થી ૭ સુધીના ૪૯ અક્ષરો વર્ણમાતા છે, અક્ષરસ્વરૂપ માતા છે, જેના દ્વારા જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તથા ઉત્પન્ન થયેલા જ્ઞાનનું સંરક્ષણ અને સંવર્ધન થાય છે.
સમગ્ર જગતુના સર્વ વ્યવહારો, તમામ વ્યવસ્થાઓ અને વિકાસની સર્વ ભૂમિકાઓનાં મૂળમાં વર્ણમાલાના ૪૯ અક્ષરો છે. ધ્વનિ અને સંકેત (લીપી) રૂપ આ અક્ષરો દ્વારા જ જ્ઞાનનું આદાન-પ્રદાન થાય છે, હૃદયના ભાવોની આપ-લે થાય છે. દૂર-સુદૂર સુધી સંદેશાઓ મોકલી શકાય છે. પરસ્પર પ્રેમ, મૈત્રી કે વૈર, શત્રુતા વગેરે ભાવોનું સર્જન અને વિસર્જન અક્ષરોનાં માધ્યમથી જ થાય છે.
મંત્ર-તંત્ર અને યંત્ર વગેરે શકિતઓ પણ પોતાના વિવિધ કાર્યક્ષેત્રોમાં સક્ષમ અને સફળ બને છે, તેમાં પણ શબ્દ-શક્તિનું વિજ્ઞાન જ અગત્યનો ભાગ ભજવે છે.
શબ્દ-વિજ્ઞાનના જ્ઞાતા આર્ષ પુરૂષોએ શબ્દને શબ્દ-બ્રહ્મરૂપે બિરદાવ્યો છે, ઓળખાવ્યો છે.
શબ્દમાં શું છે ! એમ કહીને શબ્દ-શક્તિને વખોડનાર હકીક્તમાં જ્ઞાનશક્તિનો અપલાપ અને અપમાન કરે છે એમ કહી શકાય. જ્ઞાનજનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org