________________
નિર્મલ સંયમ, નૈષ્ઠિક બ્રહ્મચર્ય, વિશુદ્ધ પ્રજ્ઞા, વિશાળ જ્ઞાન, સૂક્ષ્મ અનુપ્રેક્ષા, પરમાત્મ-મગ્નતા, સહજ પ્રસન્નતા, મધ્યસ્થતા, મૈત્ર્યાદિભાવોમાં નિષ્ઠા અને નમસ્કારમંત્રનુ શ્રેષ્ઠ ચિંતન, ધ્યાન અને આરાધન આદિ અનેક સદ્દગુણોરૂપી સુમનોના નંદનવન જેવું તેઓશ્રીનું જીવન હતું. માટે જ તેઓશ્રીના સમાગમમાં આવનાર વ્યકિત જીવનમાં પોતાને યોગ્ય નવો પ્રકાશ અને નવો ઉલ્લાસ પ્રાપ્ત કરી લેવાનું સૌભાગ્ય માણતી.
પૂજ્યશ્રીના સમાગમ દ્વારા હજારો જિજ્ઞાસુઓ સાચું સમાધાન મેળવી જીવનમાં ધર્મ, અધ્યાત્મ, યોગ અને શાંતિ પ્રાપ્ત કરવાના સાચા પ્રયત્નો કરી રહ્યા છે. કેટલાક સાધકો અનુભવ-જ્ઞાનના માર્ગે કેમ આગળ વધવું, તેનું યથાર્થ માર્ગદર્શન મેળવી તેના અભ્યાસમાં આગળ વધી રહ્યા છે.
તત્ત્વદુષ્ટા આ મહાપુરૂષના ઉપકાર તળે રહેલા અનેક સાધકો સદા પોતાના પરમ ઉપકારી આ ગુરૂદેવને યાદ કરીને ઊંડી કૃતજ્ઞતાનો તથા જીવનમાં કંઇક અંશે પણ તત્ત્વ પ્રાપ્ત કર્યાનો આનંદ અનુભવી રહ્યા છે.
પરમાત્માની કૃપાથી તેઓશ્રીની નિશ્રામાં ત્રણ વર્ષ રહેવાનો સુ-અવસ૨ મને પણ મળ્યો.
તે દરમ્યાન પૂજ્યશ્રીને એકદમ નજીકથી જોવાની અને અનુભવવાની તક મળી, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગના વિષયમાં તેઓશ્રીનું જ્ઞાન, ચિંતન અને અવગાહન ઘણું વિશાળ અને સૂક્ષ્મ હતું. વ્યવહાર-માર્ગ અને નિશ્ચય-માર્ગના સમન્વયપૂર્વક અનુભવયોગની સાધનાના પૂજ્યશ્રી એક વિરલ સાધક પુરૂષ હતાં.
શ્રી નવકાર મહામંત્રની અખંડ આરાધના અને અનુપ્રેક્ષાના પ્રભાવે તેઓશ્રી ઉપર પરમેષ્ઠી ભગવંતોની મહતી કૃપા ઉતરી હતી, તે સારી રીતે જાણી શકાયું હતું.
પૂજ્યશ્રીનું તત્ત્વ-ચિંતન ઘણું જ સૂક્ષ્મ, ગંભીર અને વિભિન્ન વિષયો ઉપર સુંદર પ્રકાશ પાથરનારૂં છે.
એમાંના કેટલાક નમૂના અહીં સંક્ષેપમાં વિચારીએ :
(૧) ૩પયોગો નાળન્ । (તત્ત્વાર્થ સૂત્ર)
ઉપયોગ (અર્થાત્ જ્ઞાન-પ્રવૃત્તિ, ચૈતન્ય-સ્ફૂરણ) જીવનું અંતરંગ લક્ષણ છે. આ સૂત્ર દેહભિન્ન આત્માનો અનુભવ કરવા માટે છે. ઉપયોગ એ સ્વરૂપ
દર્શક લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org