________________
પ્રસ્તાવના
લેખક પરમ પૂજ્ય પરમાત્મભાવ સંનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી ક્લાપૂર્ણ સૂરીશ્વરજી મહારાજ
પરમતારક પરમાત્માની અનંત અપાર કરૂણાનો પુષ્પરાવર્ત-મેઘ સમગ્ર લોક ઉપર નિરંતર અનરાધાર વરસી રહ્યો છે. તે કરૂણાના પ્રભાવે જ સંસારી જીવો અનાદિ નિગોદમાંથી નીકળી મુકિતની સાધના કરી અનુક્રમે મુક્તિના સુખને અર્થાત્ સ્વ-સ્વભાવભૂત આત્મિક સુખ-આનંદને પામે છે, અનુભવે છે.
પરમાત્મા સર્વ જીવોને આત્મ-તુલ્ય દૃષ્ટિથી જુએ છે, જાણે છે અને મુક્તિનો મંગલ માર્ગ બતાવી આત્મતુલ્યપદ અર્થાત્ પરમાત્મ-સ્વરૂપનું દાન કરે છે. સ્વતન્ય વીઝ વિશેષણને સાર્થક બનાવે છે.
પ્રભુની આ સહજ કરૂણાને જે ભકત-આત્મા પોતાના હૃદય-પાત્રમાં ઝીલી શકે છે, તે વામનમાંથી વિરાટ, જીવમાંથી શિવ બને છે. અને પ્રભુની કરૂણાને જે ઔપચારિક માને છે, માત્ર શાબ્દિક સ્તુતિવાદ સમજે છે, તે પ્રભુ-કરૂણાથી અને તેનાથી મળતા શાશ્વત સુખથી, આનંદથી વંચિત રહી જાય છે.
પરમાત્મ-ભકિતરસ નિમગ્ન, પૂજ્ય પન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ કે જેમણે પોતાના જીવનમાં શ્રી નમસ્કાર મહામંત્રની સાધના દ્વારા પરમાત્માની કરૂણાનો સાક્ષાત્કાર કર્યો અને તેના ફળરૂપે તેઓશ્રીને પ્રાણીમાત્રના કલ્યાણની, વિશ્વપ્રેમની અને જીવ-મૈત્રીની સાધના આત્મસાત્ બની, જિનવચનના ઊંડા રહસ્યો પ્રાપ્ત થયા અને અનુભવજ્ઞાનની દિવ્ય ભૂમિકા સુધી તેઓ પહોંચી શકયા.
શીતલ જલભર્યા સરોવરની પાસે આવનારને શીતલતાનો અનુભવ થયા વિના ન રહે, એમ તત્ત્વદૃષ્ટા સંતપુરૂષોનાં સાન્નિધ્યમાં-સમાગમમાં આવનાર આત્માને આંતરિક શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયા વિના ન રહે.
પૂ.પન્યાસજી શ્રી ભદ્રંકર વિ. મહારાજના સંપર્ક - સમાગમમાં આવનાર સંતપ્ત વ્યકિતને શાંતિ, અતૃપ્ત વ્યક્તિને તૃપ્તિ, ભકત વ્યક્તિને ભગવદ્ રસ, જિજ્ઞાસુ વ્યકિતને સમ્યજ્ઞાન, શંકિત વ્યકિતને સમાધાન, મુમુક્ષને મોક્ષમાર્ગ અને ધ્યાન - યોગના રસિકને ધ્યાન-યોગનો રાહ મળી રહેતો.
વ્યક્તિને ઓળખી, તેને અનુરૂપ માર્ગદર્શન અને આશ્વાસન આપવાની કળા તેઓશ્રીને સિદ્ધ થયેલી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org