________________
૧૮૬
ભાગ – ૩
S
'સાન્નિધ્યની દિવ્ય પળો
આવતા જન્મનું પ્લાનીંગ પૂ. ગુરૂ મહારાજ કહે છે. સો પચાસ વરસની નાનકડી જીંદગી માટે મનુષ્ય પ્લાનીંગ કરે છે. પોતાના પુત્ર પરિવાર માટેની વ્યવસ્થાનું પ્લાનીંગ કરે છે.
દીર્ઘદ્રષ્ટિ અને સાધક પરિણતિ વાળો આત્મા વિચારે છે કે અનંત કાળ સુધી પોતાનો આત્મા તો અસ્તિત્વ ધરાવે છે તે માટે આ મનુષ્ય જન્મનો પર્યાય પુરો થયા પછીનું શું પ્લાનીંગ છે ?
આ ગહન પ્રશન માટે પૂજ્ય ગુરૂ મહારાજ પાસે ઘણી વખત તાત્ત્વિક વિચારણા થતી. તેમાંથી પ્રયોગાત્મક સાધના માટે રૂ૫ રેખા તૈયાર થઇ. તે ધીમે ધીમે અનુભવ કરતાં કરતાં વ્યવસ્થિત રૂપે ગોઠવાઇ. તે સાધક આત્માઓને આત્મ સાધના માટે ઉપયોગી બને તે હેતુથી અહીં રજૂ થાય છે.
અખંડ સાધના વર્તમાન જીવનમાં થયા પછી પણ જન્મ બદલાય ત્યારે અધુરી સાધના બીજા જન્મમાં વણ ચાલુ રહે તે અતિ જરૂરી છે. જન્માન્તરમાં પણ સાધનાનો દોર પણ તુટયો ચાલુ રહે અને અહીં અધુરી રહેલી સાધના જન્માન્તરમાં આગળ વધે તે જરૂરી છે. જેમ બાળક જન્મતાં જ આહાર સંજ્ઞાના સંસ્કારના કારણે આહાર લેવાનું શરૂ કરે છે તેમ આત્માના સંસ્કાર આ જીવનમાં એટલા ઊંડા જાય કે આવતા જન્મમાં વિહરમાન તીર્થકર મળે. આવા સર્વોત્તમ કારણો પ્રાપ્ત થતાં શીધ્ર કાર્ય સિદ્ધિ થઇ શકે તે માટે જનાજ્ઞાભાવિત પૂ. ગુરૂમહારાજ ખુબ પ્રેરણા આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org