________________
૧૪૬
અનુભવરસ પ્રાપ્ત થાય છે. આપણા પૂર્વાચાર્યોએ આ રીતે પરમાત્મ પ્રેમહારા આત્માનુભવ પ્રાપ્ત કર્યો છે. કેટલાક દૃષ્ટાંત જોઈએ. મહાપુરૂષોએ અનુભવની ભાષામાં અનુભવના વચન લખ્યાં છે :
કમલિની દિનકર કર ગ્રહે
વળી કુમુદિની હો ધરે ચંદણું પ્રીતકે,
ગૌરીગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્તકે. તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હો વિ આવે દાયકે. અજિત જિણંદશું પ્રીતડી, મુજને ન ગમે હો બીજાનો સંગકે (ઉપા.યશોવિજયજી મહારાજ)
પ્રભુ પ્રિયતમ અને સાધક પ્રિયતમા, તે રીતે પણ પ્રભુભકિતમાં ઉદ્બોધન અને તે દ્વારા અભેદમીલન જ્ઞાની પુરુષોએ અનુભવ્યું છે.
હુઓ છીપે નહિ અધર અરૂણ જિમ; ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી જિન લાગ્યો અવિહડ રંગ.
(ઉપા, યશોવિજયજી મહારાજ)
પ્રભુ સાથે અભંગ પ્રેમનું દિવ્ય સ્વરૂપ અહીં બતાવ્યું છે. પરમ રસ ભીનો માહો, નિપુણ નગીનો માહો સાહિબો, પ્રભુ મોરા પદ્મપ્રભુ પ્રાણ આધાર હો.
(મોહન વિજયજી કૃત પદ્મપ્રભુ જિન સ્તવન)
પિયુ પિયુ કરી તમને જપું રે, હું ચાતક તુમ મેહ; એક લહેરમાં દુઃખ હરો; વાધે બમણો નેહ. આવો આવોરે ચતુર સુખ ભોગી,
કીજે વાત એકાંતે અભોગી, ગુણગોઠે પ્રગટે પ્રેમ
(ઉપા. યશોવિજયજી કૃત ચંદ્રપ્રભજિન સ્તવન.) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના એક સ્તવન ઉપર થોડી વિચારણા કરીએ.
સ્વામિ તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચોરી લીધું, અમે પણ તુમશું કામણ કરશું, ભકતે ગ્રહી મન ઘરમાં ધરશું; સાહિબા વાસુપૂજ્ય જિણંદા, મોહના વાસુપૂજ્ય જિણંદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org