SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ અનંતસિદ્ધ ભગવંતો સાથે જ્યોતિમાં જયોતિ મળી હોય તેવી ક્ષણોના અનુભવની ભાવનાનો આનંદ પણ લઈ શકાય.)........... અહીં છેલ્લે હવે ભાવના કરીએ છીએ – હે કરૂણાસાગર પરમાત્મા ! મારો એવો સમય ક્યારે આવશે કે જ્યારે આપની આજ્ઞા મુજબ હું શુકલધ્યાન આરોહણ કરીશ અને ધનધાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન સ્વરૂપ પ્રગટ કરીશ! અને અહીં જે મેં ભાવના કરી છે તે પ્રત્યક્ષરૂપે મારા આત્મામાં બને તેવી મારી તીવ્ર અભિલાષાઓ અંતર્યામી પ્રભુ ! તમેજ પૂરી કરવાને સમર્થ છો ! પરમાત્મા સીમંધરસ્વામીની છેલ્લી દેશના : હે ચૈતન્ય આત્મા! તારી ઉત્તમ ભાવના જરૂર પરિપૂર્ણ થશે! હજી તારે થોડાં કર્મ ભોગવવાના બાકી છે. ત્યાં સુધી આરાધનામાં લીન રહેજે . હે જીવાત્મા! જીવના બે સ્વરૂપ છે. એક વિભાવ સ્વરૂપ અને બીજું સ્વભાવ સ્વરૂપ. કર્મના કારણે ઉપસ્થિત થયેલું સ્વરૂપ તે વિભાવ સ્વરૂપ છે. કર્મથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય તે આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે. હવે તું અહીંથી જઈ રહ્યો છે તો તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાનંદનો કંદ, અંનત શક્તિનો સ્વામી, અનર્ગલ આનંદનો દિવ્ય ભંડાર, કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો માલિક આત્મા છે. તે નિશ્ચય સ્વરૂપને હૃદયમાં ભાવિત રાખજે. અને શુદ્ધવ્યવહારનું પાલન કરજે. સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરજે. જિનાજ્ઞા પાલનમાં તત્પર રહેજે. તારા ગુણ સ્થાનકને યથાયોગ્ય ઉચિત કર્તવ્ય પાલનમાં તત્પર રહેજે અને તારા યથાયોગ્ય ધર્માનુષ્ઠાનમાં રક્ત રહેજે. જીવ માત્ર સાથે આત્મ સમાન વ્યવહાર રાખજે અને સાથે સાથે તું શુદ્ધ આત્મા છે તે ભાવને હૃદયમાં ઘારણ કરી, જિનાજ્ઞાનું પાલન કરજે............. આ ભાવને હૃદયમાં ભાવિત કરતા આપણે હવે પરમાત્માની પ્રદક્ષિણા કરી, સમવસરણમાંથી નીચે ઊતરીએ છીએ......... સમવસરણમાંથી આપણે નીચે આવી ગયા છીએ.... મિત્રદેવનું વિમાન મળી ગયું. તેમાં બેસી ગયા છીએ.......... સાધુ - સાધ્વી મહારાજ આકાશગામિની વિદ્યા દ્વારા જઇ રહ્યા છે.... આકાશમાં ઉડ્ડયન શરૂ થયું........... સીતા નદી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. પૂર્વમહાવિદેહના કચ્છ વિજય ઉપરથી જઇ રહ્યા છીએ. નિષધ પર્વત ઓળંગી રહ્યા છીએ....... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy