SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ સુગંધિત પવન આવી રહ્યો છે......... કાંટા ઊંધા થઈ ગયા છે.............(આવું દશ્ય જોવું.) પ્રકૃતિની મહાસત્તાના સર્વોપરી મહાસત્તાધીશ અરિહંત પરમાત્માને આવકારવા માટે સમગ્ર કુદરત કામે લાગી હોય તેવું દેખાય છે. (આ અને હવે પછીનું દશ્ય જોવું, આનંદવિભોર બની અનુભવવું............... સર્વત્ર ઈતિ, ભીતિ, ચોરી, રોગ, શોક, ભય, સંતાપ, કલેશ, દુઃખ, દારિદ્ર, દુર્ભાગ્ય, દુર્મિક્ષ દુકાળ) આદિ દૂર થઈ ગયાં છે. છએ ઋતુના ફળફૂલથી વનરાજી ઉભરાઈ ગઈ છે. પાંચ વિષયો અનુકૂળ થઈ ગયા છે.......... .............(આવું દશ્ય જોયું.) जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सततं, सर्व सौरव्य प्रदायी । સકલ સુરેન્દ્ર, નરેન્દ્ર, દેવેન્દ્ર અને સમ્રાટ ચક્રવર્તીના પણ સર્વોપરી તીર્થંકર પરમાત્મા છે. તેવું દર્શાવતું, દશે દિશામાં પ્રકાશને પાથરતું ધર્મચક્ર પ્રભુની આગળ ચાલી રહ્યું છે. એક હજાર યોજન ઊંચો ધ્વજ ભગવાનની આગળ ચાલી રહ્યા છે.....................................................(આવું દૃશ્ય જોવું.) સકલ પ્રાણી-સંસારના પ્રાણેશ્વર, વિશ્વના મહાન વિભુજગતના મહાન જ્યોતિર્ધર, ત્રણ ભુવનના ત્રિભુવનેશ્વર, અખિલ બ્રહ્માંડના સર્વ ભૌમચક્રાધીશ્વર, સર્વેશ્વર, જીવેશ્વર, લોકેશ્વર, જગતના મહાન સાર્થવાહ પરમાત્મા-સુવર્ણના મખમલ જેવા મુલાયમ કમળ ઉપર અધિષ્ઠિત થઈને આવી રહ્યા છે.......................................................(આવું દશ્ય જોવું). આપણે પોતે પણ દેવદુંદુભિનો ગંભીર નાદ-“હે ભવ્ય આત્માઓ ! તમે જો સંસારના ત્રિવિધ તાપથી પીડાયેલા હો, અને જો ભવસમુદ્રથી પાર ઉતરવા ઇચ્છતા હો તો જગતના મહાન સાર્થવાહ, કોટાનકોટી જીવોના પરમ ઉદ્ધારક તીર્થંકર પરમાત્માનું શરણ અંગીકાર કરો.” સાંભળી કરુણાસાગર પ્રભુની પાસે પહોંચી ગયા. ...........(આવું દશ્ય જોવું.) પ્રાતિહાર્યોથી યુક્ત પરમાત્માનાં દર્શન થતાં આનંદવિભોર બની ગયા...રોમરાજી વિકસ્વર થઈ ગઈ. (આવું સંવેદન કરવું.), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy