________________
૧૦૯ પાંદડામાં રામનો રણકાર થતો હોય, જે ધરતીના કણમાંથી રામનો અવાજ આવતો હોય ત્યાં સીતા હશે.
હે મારા આત્માના પરમ રામ પ્રભુ ! તમે શું નથી જાણતા કે ભકત હૃદયમાં તમારો વિરહ કેટલો વ્યથાવાળો હોય છે? પ્રભુ ! તમે જરૂર જાણો છો, તો હવે શું કસોટી કરવી બાકી છે ? શા માટે મોડું કરો છો ?
આપની મધુર દિવ્ય વાણીએ અનુભવરસની ઝંખના પેદા કરી. અનુભવ રસના દાતાર તમે જ છો, એવું સદ્ગુરુએ સમજાવ્યું. અને આપ હૃદયનાં ખૂણે ખૂણામાં, અણુએ અણુમાં પેસી ગયા.
તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો.” મારી ઝંખના પૂરી કરો પ્રભુ ! તમારા હૃદયમાં એકાદ નાનકડો ખૂણો આપો પ્રભુ ! જેથી એક નાનકડી ઝુંપડી બાંધીને આપના હૃદયમાં વસી શકું. બહુ મોટી અપેક્ષા નથી પ્રભુ ! થોડીશી જગ્યા આપો આપના હૃદયમાં વસવાની. હવે નથી સહન થતી આવી દ્વિધાવાળી સ્થિતિ. સમાઈ જવું છે પ્રભુ તમારામાં. - તમારાથી અલગ મારા વ્યકિતત્વની કલ્પના પણ હવે થઈ શકે તેમ નથી. મારા વ્યકિતત્વને શૂન્ય બનાવી પ્રભુ તમારામાં વસવું છે મારે. “પ્રેમ ગલી અતિ સાંકડી, તેમાં દો ન સમાય એકમેક થઈ જવું છે પ્રભુ તમારી સાથે....
સ્તબ્ધતા છવાઈ ગઈ. મન થંભી ગયું... વાણી વિલીન થઈ ગઈ. સંભ્રમ... અતિ અદ્ભુત ભાવોલ્લાસની સ્થિતિ. રોમાંચ, વિસ્મય, વિર્ષોલ્લાસ... અગમ અગોચર અવસ્થા......
બે હાથ પહોળા કરીને ઊભેલા જોયા મારા પ્રિયતમને ! દોડીને પહોંચી ગયો ત્યાં. બાથ ભરીને ભેટી પડયો ! મારા સ્વામિમાં સમાઈ ગયો. પ્રભુમાં સમાઈ ગયો. સાકર દૂધમાં ઓગળી જાય તેમ પ્રભુમાં મારું અલગ વ્યકિતત્વ ઓગળી ગયું.... (ધ્યાન કરવું.)
ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરીશું હમે ટેકે; ક્ષીર નીર પેરે તુમશું મીલશું, વાચક યશ કહે હેજે હળશું.
પ્રભુના અભેદ મીલનની દિવ્ય પળ આવી. અનંતકાળની તૃષા છીપાણી. પરમ આનંદની અનુભૂતિ થઈ. પ્રભુએ અનુભવ અમૃતરસનું પાન કરાવ્યું.
(આત્માના અનુભવની દશામાં સ્થિર બની ધ્યાન કરવું.)...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org