SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અજિત જિનેશ્વર ચરણની સેવા, હેવાએ હું હળીયો, કહીએ અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળીયો. તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો, પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. વિરહની વેદના શમી ગઈ. ધ્યાનમાં પ્રભુ સાથે અભેદ મીલન થતાં ભેદનો છેદ થઈ પરમાત્મ સ્વરૂપનો અનુભવ રસ ચાખ્યો, સુખામૃતનો અનુભવ થયો ! તુજ ગુણ જ્ઞાન ધ્યાનમાં રહીએ, ઈમ મિલવું પણ સુલભ જ કહીએ; માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીયો એક તાને હવે પ્રભુ મિલનની “ધ્યાનકળા' મારા સ્વામિએ શીખવાડી. અનાદિની પિપાસા તૃપ્ત થઈ. અન્ય પદાર્થોની મોહવાસના ક્ષીણ થઈ ગઈ. મનમોહનજિ નવર જીમુજ ને,અનુભવખ્યાલોદીધો રે; પૂર્ણાનંદ અક્ષય અવિચલ ૨સ, ભકિત પવિરાથઈ પીધો રે. મારા પ્રિયતમ પ્રભુએ આજે અનુભવ રસનો પ્યાલો આપ્યો અને તે અનુભવ રસનો પ્યાલો મેં પીધો. અજર-અમર પદના પંથે પ્રયાણ થયું. આજે તૃપ્તિનો પરમ આનંદ અનુભવ્યો ! પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ. આપના અનુભવના પ્રકાશમાં પરમ આનંદ, અનંત સુખમય ચૈતન્યનું દર્શન થયું. હવે નિત્ય નિરંતર તને જ ભજું, તારો થઈને રહું, તારામાં જ વસું. તુજ સ્વરૂપ થઈને તારામાં રહું. જિન સ્વરૂપ થઈ જિનવર સેવે, તે સવિ જિનવર હોવે રે. મેં માંગ્યું કે “પ્રભુ!તમારા હૃદયમાં વસવા નાનકડી જગ્યા આપો. એક નાનકડો ખૂણો પ્રભુ!તમારા હૃદયમાં આપો જેથી નાનીશી ઝુંપડી બનાવી તમારામાં વસું. તમારાથી અલગ વ્યકિતત્વની હવે કલ્પના પણ થઈ શકે તેમ નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy