________________
૨૨૫
સમીક્ષા
જીવનનો વિકલ્પ મૃત્યુ નથી. જીવન અનંત છે.
અનંત, અનંત, અનંત જીવન, શાશ્વત જીવન, અવ્યાબાધ જીવન, મુક્ત જીવન, સ્વતંત્ર જીવન, સ્વાધીન જીવન, શાશ્વત જીવન...... અક્ષય જીવન, અજરામર જીવન......
આવો પધારો વાચક મિત્રોઃ
આજે મહાયોગી ગુરૂ મહારાજે આવું જીવન બન્યું રહે તેનું માર્ગ દર્શન આપ્યું છે.
આવા શાશ્વત જીવન, ધ્રૌવ્ય જીવન માટે અહીં જ અભ્યાસ શરૂ થાય છે અને આ અભ્યાસ કરતાં કરતાં વચ્ચે પર્યાય (વર્તમાન મનુષ્યજન્મનો પર્યાય) બદલાય તેથી કાંઈ ફરક નથી. પર્યાય તો બદલાતા જ રહે છે, પર્યાયનું અસ્તિત્વ જ ક્રમભાવી છે. અને પર્યાય બદલાય તેથી ફરક પણ શું પડે છે? ધ્રૌવ્ય તત્ત્વ, શાશ્વત આત્મ તો તેવું જ શુદ્ધ, સિધ્ધ ભગવંત જેવું નિષ્કલંક, નિરામય, અવ્યાબાધ, શાશ્વત આત્મતત્ત્વ ચિદાનંદધન છે. અહીં જ તેનો અભ્યાસ કરવા માટે નો માર્ગ પ્રયોગાત્મક રીતે તમે વાંચો, અનુભવ્યો.
આ પ્રયોગ કરતા જ રહો. કરતાં જ રહો.
આ પ્રસંગ મુજબ કરતા જાઓ, દેખતા થયો, દેખતા જાઓ, અનુભવ કરતા જાઓ, સાધના આપણું જીવન બને, અને વર્તમાન મનુષ્ય જન્મનાં પર્યાય બદલાયા પછી સાધના વધુ જીવંત, વધુ ઉજજવલ બને તે માટે અહીનો અભ્યાસ કેટલો કીંમતી છે તેતો જ્ઞાની જાણે છે. જ્ઞાનીના જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞાનીના જ્ઞાનમાં શુ ઝળકે છે તે જાણવાની જરૂર નથી.
તે સ્વયં સાધના કરતાં કરતાં સમજાઈ જશે. અનુભવાઈ જશે.
બસ વાચક મિત્રો! આવજો ત્યારે મહાવિદેહમાં પ્રભુના સમોસરણમાં ! મળીશું.
આ જન્મના આત્મ સંબંધો પૂર્ણ શાશ્વત બનાવવા માટેનું મીલન સ્થળ પ્રભુનું સમોસરણ છે. જયાં મનુષ્ય, દેવ, અને તિર્યંચ નો મેળાપ થાય છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org