________________
૧૧
જેમણે જગતને સ્યાદ્વાદનો બોધ પીરસ્યો, જેમણે જગતને `નમન'નું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને ચિંતામુકિતનો ઉપાય સમજાવ્યો, જેમણે જગતને આત્મતત્ત્વનો મહિમા સમજાવ્યો, જેમણે જગતને `આભારનું મૂલ્ય સમજાવ્યું,
જેમણે જગતને આત્મ સમભાવનું દાન કર્યું,
જેમણે જગતને અહિંસા, સંયમ અને તપનો સમતામય માર્ગ સ્વ-જીવન દ્વારા ઉપદેશ્યો,
જેમણે જગતને ભદ્રંકર આત્મસ્નેહ વડે ભીંજવ્યું,
જેમણે `શિવમસ્તુ સર્વ જગતઃ' ની ભાવના વડે વાયુ મંડળને સુવાસિત
ર્યું,
જેમણે જૈનશાસ્ત્રો મુજબની અનેક ધ્યાન પ્રક્રિયા યોગ્ય આત્માઓને શીખવાડી,
જેમણે યોગ્ય આત્માઓને આત્મ અનુભવનો જિનકથિત દિવ્ય માર્ગ
બતાવ્યો,
a.......
પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, ગુરુદેવ પંન્યાસજી ભગવંત, શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના સમભાવ ભાવિત શ્રી અરિહંત ધ્યાનમગ્ન આત્માને કોટિ કોટિ નમસ્કાર સાથે આ ગ્રંથ શરૂ કરવામાં આવે છે.
૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ની સંધ્યાકાળે પૂ. ગુરુમહારાજનો પર્યાય બદલાયો. (કાળધર્મ પામ્યા) જીવન સુમસામ બની ગયું. જેમના આધારે વર્ષો વીતાવ્યા, તેમના વિનાનું જીવન શૂન્ય બન્યું. અશ્રુધારાથી ભીંજાયેલા હ્રદયમાં નરી શૂન્યતા, અશરણતા, નિરાધાર અને શોકાકુળ અવસ્થાનો અંધકાર છવાઇ
ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org