SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ચમત્કાર શ્રદ્ધાનો છે. હૃદયની ઊંડી શ્રદ્ધા જ ફળે છે. શ્રદ્ધા અને વિશ્વાસ નહિ કલ્પેલા ચમત્કારો દેખાડે છે. મંત્રના શબ્દો જ નહિ પરંતુ તે શબ્દોની ઊંડી શ્રદ્ધા જ સર્વ દુઃખો દૂર કરી શકે છે. અને સર્વ સુખો મેળવી આપે છે. શબ્દ શકિત અને પુરૂષ શકિત બંન્ને મળ્યે કાર્ય સિદ્ધિ છે. ૫૭. જિનવચનનો સાર જિનવચનનો સાર પુદ્ગલ પ્રતિ માધ્યસ્થ અને જીવ પ્રત્યે મૈત્રી ભાવ પેદા કરવો તે છે. એનું જ નામ સામાયિક-સમતા છે. ક્રિયામાં એકાગ્રતા તે ધ્યાન છે. શાસ્ત્રમાં એકાગ્રતા તે જ્ઞાન છે. જ્ઞાનથી બોધ અને ધ્યાનથી અનુભૂતિ થાય છે. પૂર્ણ અને શૂન્ય બંન્ને એકજ મુકામે પહોંચાડે છે ભકિતમાર્ગ પૂર્ણતાને આગળ કરે છે. જ્ઞાનમાર્ગ શૂન્યતાને આગળ કરે છે. એકમાં દ્રવ્યનો વિચાર મુખ્ય છે, એકમાં પર્યાયનો વિચાર મુખ્ય છે અથવા એકમાં ચૈતન્ય તત્ત્વની પ્રધાનતા છે. બીજામાં જડતત્ત્વની નિઃસારતા છે. જ્ઞાનમાર્ગ વૈરાગ્ય પ્રધાન છે. ભકિતમાર્ગ પ્રેમ પ્રધાન છે - જીવરાશિ પ્રત્યે પ્રેમ અને પુદ્ગલરાશિ પર વિસ – એ બન્નેનું લક્ષ્ય સ્વરૂપ રમણતા છે. અશુદ્ધ ઉપયોગ એ જ સંસાર અને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ તે જ મોક્ષ. ઉપયોગયુકત સામાયિક એ અશુદ્ધ ઉપયોગ રૂપ સંસારથી બહાર કાઢી આત્માને શુદ્ધ ઉપયોગ રૂપ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. (૧) પુદ્ગલથી આત્માનો નિતાંત ભેદ. (૨) સર્વ પ્રયત્નો એ માટે જ કર્તવ્ય છે. (૩) અંદર બહાર સર્વત્ર વ્યાપી રહેલ આત્મદેવ એ જ નિશ્ચયથી દેવ છે. તેને નમસ્કાર તે પોતાને નમસ્કાર છે. તેને અભેદ નમસ્કાર કહ્યો છે. (૪) મૌન વાણીનું અને ધ્યાન આત્માનું - એ બે મળીને મોક્ષનો રાજમાર્ગ બને છે. બીજા બધા માર્ગો એ માર્ગને મળીને મોક્ષે લઈ જાય છે. મૌન અને ધ્યાનમાં રત્નત્રયીની એકતા છે. (૫) આત્માનું જ્ઞાન એ જ સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે. અને સર્વ પ્રયત્નોથી પ્રાપ્તવ્ય બને છે. (૬) પ્રથમ ભેદ વિજ્ઞાન, પછી અભેદ વિજ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy