________________
૧૮૮
સાધક હૃદયની વ્યથા |
હે મહાજ્ઞાની ગુરુભગવંત!
વર્તમાનમાં તો આપની કૃપાથી, પરમાત્મા અરિહંત દેવના આલંબને સાધના સમયે આત્માનંદનો અનુભવ થઈ રહ્યો છે. પરમાત્માનું દર્શન થતાં જ ધ્યાનમગ્ન બની આત્મસ્વરૂપના ચિદાકાશમાં પ્રવેશતાં સમ્ય દર્શનના આત્મસ્વરૂપના આનંદના વેદન સુધી પહોંચવાનો માર્ગ આપની કૃપાથી મળ્યો. પરંતુ વર્તમાન મનુષ્ય પર્યાય પુરો થયા પછીનું ભાવી “કર્મ લઈ જાય ત્યાં જવું'' આવું પરતંત્ર અને પરાધીન હોય છે તો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પસંદ કરે નહીં. તો આવતા જન્મના આયોજન માટે શું કરવું જોઈએ? આપ તો સાધનાચાર્ય મહાપુરૂષ છો. માર્ગ બતાવી અનુગૃહીત કરો.
પૂ. ગુરુમહારાજઃકર્મ વિજ્ઞાન આંધળો ભાગ્યવાદ નથી. સ્વતંત્ર અને સ્વાધીન ક્રિયાવાદ છે. કોઈ પણ આત્મા કોઈ પણ સંવેદન અને કર્મ કરવા માટે સ્વતંત્ર છે. દરેક જીવ સ્વતંત્ર છે. પસંદગી માટે પણ જીવ સ્વતંત્ર છે. તે જે ઈચ્છે તે કરી શકે છે. જયાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. જેવા બનવું હોય તેવા બની શકે છે. Man is the architect of his own fortune. પોતાના ભવિષ્યનું સર્જન કરવા માટે મનુષ્ય પોતે સર્જનહાર છે.
ગુરુમહારાજ:જે વિચાર મનમાં નિરંતર ઘૂંટાય છે તે ભૌતિક સ્વરૂપે પ્રગટ થાય છે. ઘણા મનુષ્યોને પોતાનું ભાવી જાણવાની ઈચ્છા થાય છે. આપણું ભાવી આપણે હમણાં જ જાણી શકીએ છીએ. આંખ બંધ કરીને શાંતિથી બેસો. તમારા મનમાં જે વિચારો પસાર થાય છે તે જ તમારું ભાવી છે. માટે વિચારોને જગતના પદાર્થોમાંથી પાછા ફેરવીને પરમાત્મા તરફ વાળી લેવા જોઈએ. સ્વાર્થના વિચારોમાંથી જગતના જીવમાત્રના કલ્યાણના વિચારોમાં જવું જોઈએ.
उन्नतं मानसं यस्य, भाग्यं तस्य समुन्नतं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org